liveLIVE NOW

Covid 19 Live: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33 હજારને પાર, 1074 લોકોનાં જીવ ગયા

  • News18 Gujarati
  • | April 30, 2020, 09:28 am
    facebookTwitter
    LAST UPDATED Thu Apr 30 2020

    AUTO-REFRESH

    10:28 (IST)
      અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 2502 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી મુજબ, બુધવારે અહીં સંક્રમણના 28,500થી વધુ નવા કેસ સામે આવ્યા, ત્યારબાદ કુલ કેસ વધીને 64 હજારથી પણ વધુ થઈ ગયા છે. હાલ કુલ મોતનો આંકડો વધીને 61,600થી વધુ થઈ ગયો છે. આ આંકડો દુનિયાભરમાં સંક્રમણથી થયેલા મોતના ચોથા ભાગનો છે. જોકે કેસ વધી રહ્યા હોવા છતાંય અમેરિકાના બે સૌથી પ્રભાવિત રાજ્યો ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી માં સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો છે.


    ભારતમાં કોરોના વાયરસનો કહેર જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તાજા જાણકારી પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 33050 થઇ ગઇ છે. જેમાં 23651 કેસ છે. કોરોનાને કારણે અત્યાર સુધી 1074 લોકોના જીવ ગયા છે જ્યારે 8324 દર્દીઓ સાજા થયા છે. આ બદધા વચ્ચે એક સારા સમાચાર એ આવ્યા છે કે, 15 દિવસ પહેલા કોરોનાના હોટસ્પોટ જિલ્લાઓની સંખ્યા 170 હતી જે હવે ઘટીને 129 થઇ ગઇ છે. એની સાથે જ ઇન્ફેકશન મુક્ત જિલ્લાઓ એટલે કે ગ્રીન ઝોન જિલ્લાઓની સંખ્યા પણ 325થી ઘટીને 307 થયા છે.

     

    ટૉપ ન્યૂઝ