PM મોદીએ કહ્યું - વોકલ બને દરેક ભારતવાસી, ગર્વથી ખરીદે લોકલ પ્રોડક્ટ

PM મોદીએ કહ્યું - વોકલ બને દરેક ભારતવાસી, ગર્વથી ખરીદે લોકલ પ્રોડક્ટ
આર્થિક પેકેજ સાથે જોડાયેલી બધી જાણકારીઓ વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ આવનાર કેટલાક દિવસોમાં આપશે :PM મોદી

આર્થિક પેકેજ સાથે જોડાયેલી બધી જાણકારીઓ વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ આવનાર કેટલાક દિવસોમાં આપશે :PM મોદી

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. 25 માર્ચથી શરુ થયેલ લૉકડાઉન 17 મે એ ખતમ થાય તે પહેલા પીએમ મોદીનું આ રાષ્ટ્રના નામે પાંચમું સંબોધન છે. PM મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 20 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે.

  PM Modiએ સંબોધનમાં શું કહ્યું  - આર્થિક પેકેજ સાથે જોડાયેલી બધી જાણકારીઓ વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ આવનાર કેટલાક દિવસોમાં આપશે :PM મોદી

  - આજે દરેક ભારતવાસીએ પોતાના લોકલ માટે ‘વોકલ’ બનવાનું છે. આપણે ના ફક્ત લોકલ પ્રોડક્ટ્સ ખરીદવાના છે પણ તેનો ગર્વથી પ્રચાર પણ કરવાનો છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણો દેશ આવું કરી શકે છે :PM મોદી

  - આ સંકટ એટલું મોટું છે કે મોટી-મોટી વ્યવસ્થાઓ પણ હલી ગઈ છે પણ આ પરિસ્થિતિઓમાં આપણે દેશના આપણા ગરીબ ભાઈ-બહેનોની સંઘર્ષ શક્તિ, તેમના સંયમ-શક્તિના દર્શન પણ કર્યા છે :PM મોદી

  આ પણ વાંચો - Lockdown4 પહેલાં PM મોદીનો માસ્ટરસ્ટ્રોક, સરકાર દેશના અર્થતંત્રમાં ઠાલવશે 20 લાખ કરોડ

  - આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગ, લઘુ-મધ્યમ ઉદ્યોગ, MSME માટે છે. જે કરોડો લોકોની આજીવિકાનું સાધન છે. જે આત્મનિર્ભર ભારતના આપણા સંકલ્પના મજબૂત આધાર છે :PM મોદી

  -આ આર્થિક પેકેજ 20 લાખ કરોડ રુપિયાનું. આ પેકેજ ભારતની GDPના લગભગ-લગભગ 10 ટકા છે : PM મોદી

  - કોરોના સંકટનો સામનો કરતા, નવા સંકલ્પ સાથે હું આજે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરું છું. આ આર્થિક પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનની મહત્વની કડી તરીકે કામ કરશે : PM મોદી

  - આત્મનિર્ભર ભારતની ભવ્ય ઇમારત, પાંચ પિલર્સ પર ઉભી હશે. પ્રથમ પિલર Economy, એક એવી ઇકોનોમી જે Incremental change નહીં પણ Quantum Jump લાવે, બીજો પિલર Infrastructure, એક એવું Infrastructure જે આધુનિક ભારતની ઓળખ બને :PM મોદી

  - ત્રીજુ પિલર આપણી System, ચોથી પિલર આપણી Demography, પાંચમી મિલર Demand છે : PM મોદી

  - ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કાર તે આત્મનિર્ભરતાની વાત કરે છે, જેની આત્મા વસુધૈવ કુટુંબકમ છે :PM મોદી

  - દુનિયાને વિશ્વાસ થવા લાગ્યો છે કે ભારત ઘણું સારું કરી શકે છે, માનવ જાતિ કલ્યાણ માટે ઘણું સારું આપી શકે છે. સવાલ એ છે કે આખરે કેમ? આ સવાલનો ઉત્તર છે - 130 કરોડ દેશવાસીઓનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ :PM મોદી

  - મેં કચ્છમાં ભૂકંપ જોયો છે. ચારે તરફ બધું ધ્વસ્ત હતું. મારી આંખે મેં એ કાટમાળ જોયો છે. એ વખતે કોઈ વિચારી પણ શકતું ન હતું કે કચ્છ કદી બેઠું થશે. પણ એ શક્ય બન્યું. આજે કચ્છ સમૃદ્ધિમાં રાચે છે :PM મોદી

  -જ્યારે કોરોના સંકટ શરુ થયું ત્યારે ભારતમાં એક પણ પીપીઈ કિટ બનતી ન હતી. એન-95 માસ્ક ભારતમાં નામપાત્ર ઉત્પાદન થતા હતા. આજની સ્થિતિમાં ભારતમાં દરરોજ 2 લાખ PPE અને 2 લાખ એન-95 માસ્ક બની રહ્યા છે : PM મોદી

  - એક રાષ્ટ્રના રુપમાં આજે આપણે ઘણા મહત્વના મોડ પર છીએ. આટલું મોટું સંકટ ભારત માટે એક સંકેત લઈને આવી છે, એક સંદેશ લઈને આવી છે. એક તક લઈને આવી છે : PM મોદી

  - વિશ્વની આજની સ્થિતિ આપણને શીખવાડે છે તેનો માર્ગ એક જ છે ‘આત્મનિર્ભર ભારત’ : PM મોદી

  - જ્યારે આપણે બંને કાલખંડોને ભારતની નજરથી જોઈએ તો લાગે છે કે 21મી સદી ભારતની હોય, આ આપણું સપનું નથી, આ આપણી બધાની જવાબદારી છે : PM મોદી

  - થાકવું, હારવું, તુટવું, વેખેરાઇ જવું માણસને મંજૂરી નથી. સતર્ક રહેતા આવી જંગના બધા નિયમોનું પાલન કરતા, હવે આપણે બચવું પણ છે અને આગળ પણ વધવું છે : PM Modi

  - PM Modiએ કહ્યું - કોરોના વાયરસથી લડતા આપણને ત્રણ મહિના થઈ ગયા છે. ભારતમાં લોકોએ પોતોના સ્વજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

  - એક વાયરસે દુનિયાને તહસ-મહસ કરી દીધી છે. વિશ્વભરમાં કરોડો જિંદગીઓ સંકટનો સામનો કરી રહી છે. આખી દુનિયા જિંદગી બચાવવાના જંગમાં લાગે છે - PM Modi


  Published by:News18 Gujarati
  First published:May 12, 2020, 16:52 pm