Home /News /national-international /કુંવારા અને ઓછી ઉંમરના પુરુષોમાં કોરોનાથી જીવ જવાનો ખતરો વધારે : રિસર્ચ

કુંવારા અને ઓછી ઉંમરના પુરુષોમાં કોરોનાથી જીવ જવાનો ખતરો વધારે : રિસર્ચ

પ્રતિકાત્મક તસવીર

નેચર કોમ્યુનિકેશન પત્રિકામાં પ્રકાશિત એક શોધ પ્રમાણે, કોઇ વ્યક્તિનાં લગ્ન ન થવા તે પણ તેના માટે કોરોનાથી જીવ ગૂમાવવાનો ખતરો વધારનારું એક કારણ છે.

  સ્વીડન : કુંવારા અને ઓછી ઉંમરનાં યુવાનોમાં કોરોના સંક્રમણનો ખતરો વધી જાય છે? આ સાંભળીને બધા એવું જ કહે કે આ કેવો સવાલ છે. આપણે આ તમામ વાતો પર ધ્યાન ન આપીએ પરંતુ કોરોના પર રિસર્ચ કરનારા અભ્યાસકર્તાઓએ એક તારણ આપ્યું છે. નેચર કોમ્યુનિકેશન પત્રિકામાં પ્રકાશિત એક શોધ પ્રમાણે, કોઇ વ્યક્તિનાં લગ્ન ન થવા તે પણ તેના માટે કોરોનાથી જીવ ગૂમાવવાનો ખતરો વધારનારું એક કારણ છે.

  હિન્દુસ્તાનમાં પ્રકાશિત ખબર પ્રમાણે, સ્ટોકહોમ વિશ્વવિદ્યાલયનાં શોધકર્તાઓને જાણવા મળ્યું છે કે, કોઇ વ્યક્તિની ઉંમર ઓછી થવી, શિક્ષણનું નીચું સ્તર, લગ્ન ન થવા અને વિદેશમાં એકલા રહેવુ પણ કોરોનાથી સંક્રમિત થવાના મોટા કારણો સાબિત થઇ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું કે, આ તમામ લોકોમાં એક જેવી વસ્તુ જે જોવા મળી છે તે છે તેમની ખરાબ જીવનશૈલી. શોધકર્તાઓ પ્રમાણે ખરાબ જીવન શૈલી તમારા સ્વાસ્થ્ય પર ગંભીર અસર પાડે છે. આ પ્રમાણે એકલા રહેનારા લોકો દંપતીઓની તુલનામાં ઓછા સુરક્ષિત વાતારવણમાં રહે છે. જણાવીએ કે, આ અંગે પહેલા જ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, કોરોનાની અસર દરેક દર્દીઓની ઉંમર અને સ્વાસ્થ્યના હિસાબે જોખમને વધારે અને ઓછી કરે છે.

  આ પણ વાંચો - ગુજરાતમા આગામી સપ્તાહમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે ઝાપટાં

  આ પણ વાંચો - ગજબ તિકડમ : અમદાવાદમાં LIC એજન્ટે પત્નીને મૃત બતાવી 15 લાખનો વીમો પાસ કરાવ્યો

  સમાજશાસ્ત્રી તથા અગ્રણી શોધકર્તા સ્વેડન ડેફરલનું કહેવું છે કે, ઓછુ ભણેલા અને ઓછી ઉંમરના પુરુષોમાં કોરોના સંક્રમિત થવાના અને તેનાથી જીવ જવાનો ખતરો વધારે છે. ડેફરલે આ અંગે સમજાવતા જણાવ્યું કે, પુરૂષોની જૈવિક બનાવટ અને જીવનશૈલીના કારણે તેમની વાયરસની ઝપેટમાં આવવાની શક્યતા વધુ હોય છે. આ સાથે જ પરિવાર સાથે રહેતા લોકો સારી રીતે પૌષ્ટિક ભોજનનું સેવન કરે છે જેના કારણે તેમનામાં અકેલા રહેનાર પુરુષોની તુલનામાં વાયરસ સામે લડવાની ક્ષમતા વધારે હોય છે. યોગ્ય સમયે અને યોગ્ય આહાર લેવાની ટેવ માણસના સ્વાસ્થ્ય પર અસર નાંખે છે.

  આ પણ જુઓ 
  " isDesktop="true" id="1034254" >  આ સંશોધનની વધુ વિગતે ખરાઇ કરવા માટે સંશોધનકર્તાઓએ સ્વીડનમાં કોરોનાથી સંક્રમિત 20 વર્ષથી વધુ ઉંમરનાં મૃતકોના ડેટા તૈયાર કર્યા. આ ડેટા સરકારી ડેટામાંથી લેવામાં આવ્યા. જેમા દર્દીનું નિવાસ સ્થાન, ઉંમર, જન્મ સ્થાન, વૈવૈહિત સ્થિત, શિક્ષા વગેરે અંગે જાણકારી હતી. સંશોધનમાં જાણવા મળ્યું કે, કોરોનાથી એવા દર્દીઓના જીવ વધારે ગયા છે જે ઓછી ઉંમરના હતા, ઓછું ભણેલા હતા, અપરણિત હતા કે અન્ય દેશમાંથી આવેલા હતા અને અહીં એકલા રહેતા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Coronavirus, COVID-19, Research

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन