liveLIVE NOW

Covid 19 Live: દેશમાં કોરોનાના કુલ કેસ 50 હજાર નજીક, 1,694 મોત, 14,182 દર્દીઓ સાજા થયા

  • News18 Gujarati
  • | May 06, 2020, 09:16 am
    facebookTwitter
    LAST UPDATED Wed May 06 2020

    AUTO-REFRESH

    12:20 (IST)
      લૉકડાઉનની વચ્ચે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. કેન્દ્ર સરકારે મંગળવાર રાત્રે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી છે. સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી વધારી છે. આ ફેરફાર આજથી લાગુ થઈ ગયા છે. એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી લેવામાં આવશે, તેનાથી પેટ્રોલ પંપ પર ઇંધણના છૂટક ભાવોમાં કોઈ વધારો નહીં થાય. કોરોના વાયરસ સંક્રમણને કારણે માંગ નહીં હોવાના કારણે ગયા મહિને બ્રેન્ટ કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 18.10 ડૉલરના નિમ્ન સ્તરે પહોંચી ગયો હતો.

     

    12:03 (IST)

    દિલ્હીમાં આજે પણ દારૂ લેવા માટેની એક કિમી લાંબી લાઇન છે,


    10:59 (IST)

    10:13 (IST)
      કેન્દ્ર સરકાર આગામી 7મી મેથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા વિમાનો મોકલશે. આ માટે સરકારે ભાડું પણ નક્કી કરી દીધું છે. અમેરિકાથી પાછા ફરનારે સૌથી વધુ 1 લાખ રૂપિયા ચૂકવવા પડશે. લંડનથી આવતા ભારતીય નાગરિક માટે 50 હજાર રૂપિયા નક્કી થયા છે. જોકે, એ સિવાયના દેશોના નાગરિકો માટે સરકારે કેટલું ભાડું નક્કી કર્યું તેની જાણકારી આપી ન હતી. પહેલા તબક્કામાં 14800 ભારતીયોને પાછા લવાશે

    ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 195 લોકોનાં મોત થયા હતા. એક દિવસમાં આટલા લોકોના મોત થયા હોવાનું પહેલી વખત બન્યું હતું. કુલ મૃત્યુ આંક 1583 થયો હતો. 3900 નવા કેસ નોંધાયા હતા. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 46,433 થયો હતો. દરમિયાન આરોગ્ય મંત્રીએ કોમ્યૂનિટી ટ્રાન્સમિશન ન થયું હોવાનો દાવો રજૂ કર્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશમાં ભારતીયોને લાવવાની પ્રક્રિયા 7 મે થી શરુ થઈ જશે. પ્રથમ સપ્તાહે 7 મે થી 13 મે સુધી અલગ-અલગ દેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટેના ઓપરેશનમાં 64 ઉડાનોનું સંચાલન કરવામાં આવશે.

    ટૉપ ન્યૂઝ