liveLIVE NOW

Covid 19 LIVE : દેશમાં કોરોનાનાં કેસ 96,169 , 36,823 સાજા થયા અને 3,029 દર્દીઓનાં મોત

  • News18 Gujarati
  • | May 18, 2020, 09:43 am
    facebookTwitter
    LAST UPDATED Mon May 18 2020

    AUTO-REFRESH

    14:36 (IST)
      ભારતમાં લૉકડાઉન (Lockdown 4.0) વધારે 14 દિવસ માટે વધારી દેવામાં આવ્યું છે. આ દેશબંધીનો ચોથો તબક્કો છે. આ તબક્કો સોમવારે 18મી મેથી શરૂ થયો છે અને 31મી મેના રોજ સમાપ્ત થશે. આ અંગે CNBC TV18 સાથે ખાસ વાતચીત કરતા PVRના ચેરમેન અને એમડી અજય બિજલીએ જણાવ્યું કે 15મી જૂન આસપાસ શૉપિંગ મૉલ ખુલી શકે છે. જેના એક બે અઠવાડિયામાં સિનેમાહૉલ ખોલવાની પણ મંજૂરી મળી શકે છે. નોંધનીય છે કે માર્ચના અંતથી દેશમાં તમામ શૉપિંગ મૉલ અને સિનેમાઘરો બંધ છે.

     

    14:13 (IST)
      કર્ણાટકના સીએમ બીએસ યેદુયુરપ્પાએ કહ્યું કે, લૉકડાઉન 4 અંગે રાજ્ય માટે ઘણી મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 18 મેથી ત્રણેવ ઝોનમાં તમામ દુકાનો સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ રાજ્યમાં તમામ ટ્રેન પણ શરૂ થઇ જશે.

    સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયની અપાયેલી જાણકારી પ્રમાણે, દેશમાં કોરોના મામલાઓની સંખ્યા વધીને 96169 થઇ ગઇ છે. જેમાં 56316 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 3029 લોકોનાં મોત નીપજ્યા છે. આમાં રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 36823 કોરોનાના દર્દી સાજા થઇને ઘરે પહોંચી ગયા છે.