liveLIVE NOW

COVID-19 LIVE: દેશમાં કોરોનાનાં 78,003 કેસ, 24 કલાકમાં નવા 3,722 દર્દી નોંધાયા

  • News18 Gujarati
  • | May 14, 2020, 09:22 am
    facebookTwitter
    LAST UPDATED Thu May 14 2020

    AUTO-REFRESH

    15:09 (IST)
      ફિચ સૉલ્યૂશંસ મુજબ પ્રતિ 10 હજાર નાગરિકો પર 8.5 હોસ્પિટલ બેડ છે. અને પ્રતિ 10 હજાર દર્દીઓ વચ્ચે 8 ડોક્ટર છે. તેવામાં સાફ સમજી શકાય છે કે ભારતની હેલ્થકેર સિસ્ટમ કોરોના 19 મહામારીથી બહાર નીકળવા માટે યોગ્ય નથી. હેલ્થકેર સિસ્ટમને સરખી કરવાની જરૂરીયાત છે. ઇન્ડિયન સોસાઇટી ઓફ ક્રિટિકલ કેર મુજબ ભારતમાં 70 હજારથી વધુ આઇસીયુ બેડ છે. જેનો ઉપયોગ જરૂર પડે કરી શકાય છે. વળી ભારતમાં 40 હજાર જ વેન્ટીલેટર છે. જેમાં સૌથી વધારે મેટ્રો શહેર, મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ હોસ્પિટલ પાસે છે.

    13:43 (IST)
      આંધ્રપ્રદેશમાં 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરનાનાં 2100 કેસ થઇ ગયા છે.  

    11:23 (IST)
      ટ્રેન  રિપોર્ટ પ્રમાણે, ભારતીય રેલવેએ લૉકડાઉન પહેલા બુક કરાવેલ તમામ ટિકિટો કેન્સલ કરી દીધી છે. રેલવેએ કહ્યું કે, જે મુસાફરોની ટિકિટ કેન્સલ થઇ છે તેમને આઈઆરસીટીસી તરફથી જલ્દી જ રિફંડ મળી જશે. 

    દેશમાં કોરોના વાયરસનો ગ્રાફ ઉપરને ઉપર જ જતો જાય છે. આજે ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી મળતી માહિતી પ્રમાણે, દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 78,003 થઇ ગઇ છે. જેમાંથી 49,219 કેસ એક્ટિવ છે. 26,235 દર્દીઓ સાજા થઇને પોતાના ઘરે ગયા છે. જ્યારે 2549 દર્દીઓનાં મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 134 લોકોનાં મોચ નીપજ્યા છે અને 3722 નવા દર્દીઓ નોંધાયા છે.

    ટૉપ ન્યૂઝ