liveLIVE NOW

Covid 19 live : દેશમાં કોરોનાના કેસ વધીને 74,281 થયા, 24,386 સાજા થયા અને 2415 દર્દીઓનાં મોત

  • News18 Gujarati
  • | May 13, 2020, 09:18 am
    facebookTwitter
    LAST UPDATED Wed May 13 2020

    AUTO-REFRESH

    Highlights

    14:29 (IST)
      રાજ્યમાં તબક્કાવાર લોકડાઉનમાં હળવાશ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે એસટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ બસો ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જ ચાલશે. રેડ ઝોનમાં બસો દોડાવવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સવારે 11 વાગ્યે રાજ્યમંત્રી મંડળની સતત સાતમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં કોરોના સંક્રમણના આ સમયમાં પણ પ્રજાહિતના કામોના નિર્ણયો અને અસરકારક પગલાં લેવા અંગે નિર્ણયો લેવાઈ શકે છે. 

    12:47 (IST)
    કર્ણાટકમાં ગઇકાલે સાંજે પાંચથી આજે સવારનાં 12 વાગ્યા સુધી 26 નવા કેસ નોંધાયા છે. હવે કોરોનાના કુલ કેસની સંખ્યા 951 થઇ છે. 

     


    11:05 (IST)
      નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે આ રાહત પેકેજમાં કયા વર્ગને કેટલી રાહત મળશે તેની બ્લૂ પ્રિન્ટ રજૂ કરશે. સૌથી વધુ આશા આ પેકેજથી શ્રમિક વર્ગ અને ઉદ્યોગ જગતને છે.

    10:50 (IST)
      ઉદ્યોગ મંડળ CIIના મહાનિદેશક ચંદ્રજીત બેનર્જીએ કહ્યું કે, વડાપ્રધાને જમીન, શ્રમ, રોકડ અને કાયદાઓને સરળ બનાવવા વિશે વાત કરી, અમે તેને આવકારીએ છીએ. આ અર્થવ્યવસ્થા માટે મુખ્ય પડકાર છે. આ ચાર ક્ષેત્રોમાં સુધારોથી સંકટના આ સમયમાં આર્થિક વૃદ્ધિને નવી ગતિ મળશે. ફિક્કીની અધ્યક્ષ સંગીતા રેડ્ડીએ કહ્યું કે પાંચ આધાર અર્થવ્યવસ્થા, મૂળભૂત માળખું, વસ્તી અને માંગને મજબૂત કરવાથી ભારત ફરીથી સતત વૃદ્ધિના માર્ગે આવશે. અમને આશા છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ જ્યારે પેકેજની રૂપરેખા જાહેર કરશે, ગરીબો અને જરૂરિયાત વાળા લોકો, MSMI અને ઉદ્યોગ તથા સામાન્ય લોકોની જરૂરિયાતોનું સમાધાન થશે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જમીન, શ્રમ અને રોકડ પર ભાર મૂકવાની જરૂર છે.

    સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાના કુલ કેસની દૃષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે 12મા ક્રમે પહોંચી ગયું છે અને ભારત એકાદ સપ્તાહમાં ચીનથી પણ આગળ નીકળી જાય તેવી સંભાવનાઓ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે, ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ઘણો સારો થઈ રહ્યો છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં દર્દીઓના સાજા થવાનો દર વધીને 31.7 ટકા થયો છે જ્યારે મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછો છે. મંગળવારે દેશમાં કોરોનાનો મૃત્યુદર માત્ર 3.2 ટકા છે જ્યારે વૈશ્વિક મૃત્યુદર લગભગ 7થી 7.5 ટકા છે. દેશમાં મંગળવારે મળેલી મમાહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 121નાં મોત નીપજ્યાં છે જ્યારે 3549 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 2338 થયો છે જ્યારે કુલ કેસની સંખ્યા 74029 થઈ છે.

     

    ટૉપ ન્યૂઝ