liveLIVE NOW

Coronavirus Live : દેશમાં સંક્રમિતોની સંખ્યા 67152, મૃત્યુઆંક 2206 અને 20917 દર્દીઓ સાજા થયા

  • News18 Gujarati
  • | May 11, 2020, 09:07 am
    facebookTwitter
    LAST UPDATED Mon May 11 2020

    AUTO-REFRESH

    Highlights

    14:22 (IST)
      કોરોનાને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવાના વંદે ભારત મિશનનો આજે પાંચમો દિવસ છે. પ્રથમ ફ્લાઇટ સાન ફ્રાન્સિસ્કોથી 118 ભારતીયોને લઈને સોમવારે સવારે 11 વાગ્યે હૈદરાબાદમાં ઉતરી હતી. આ ઉપરાંત આજના દિવસમાં વિવિધ દેશોથી વધુ 6 ફ્લાઇટ્સ આવશે. આ ફ્લાઇટ્સના લેન્ડિંગનો સમય અને કેટલા લોકો આવશે તે અંગેની જાણકારી હજુ મળી શકી નથી.

    13:11 (IST)
      સ્વાસ્થ્ય વિભાગની જાણકારી પ્રમાણે, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 221 પોલીસ કર્મી કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 18 અધિકારી અને 203 અલગ અલગ રેંકનાં પોલીસ કર્મીઓ છે. કુલ પોસીલ કર્મીઓના સંક્રમણનો આંકડો 1007 થયો છે. 

    12:18 (IST)
      બિહારમાં કોરોના વાયરસનાં નવા 11 મમલા નોંધાયા છે. જેથી કુલ કોરોનાની સંખ્યા 707 થઇ ગઇ છે. 

    ભારતમાં કોરોના સંક્રમિતોનો ગ્રાફ ઝડપી વધી રહ્યો છે. આજની અપડેટેડ માહિતી પ્રમાણે, આજે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 67,152 થઇ છે. જેમાં 44029 એક્ટિવ કેસ છે. જ્યારે 2206 દર્દીઓના મોત નીપજ્યા છે જેની સાથે 20917 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. નોંધનીય છે કે, રવિવારે દેશમાં કોરોનાના કેસ 63 હજારને પાર પહોંચી ગયા છે. જ્યારે 2109 લોકોના જીવ ગયા છે.

    ટૉપ ન્યૂઝ