liveLIVE NOW

COVID-19 LIVE : મુંબઇ એરપોર્ટ પર તૈનાત CISFના 18 જવાન કોરોના પોઝિટિવ

  • News18 Gujarati
  • | May 10, 2020, 14:07 pm
    facebookTwitter
    LAST UPDATED Sun May 10 2020

    AUTO-REFRESH

    14:09 (IST)
      એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ તમામ પાયલટ મુંબઈના રહેવાસી છે અને હાલમાં કાર્ગો ઓપરેશનમાં કામ કરી રહ્યા હતા. હાલમાં જ આ તમામ ચીનથી પરત ફર્યા હતા. આ પાયલટ ચીનના ગ્વાંગઝોઉ માટે કાર્ગો ઓપરેશનમાં કામ કરતા હતા. આ પાયલટોના સંપર્કમાં આવનારા તમામ લોકોને ટ્રેસ કરવા અને તપાસનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

    14:07 (IST)
      મુંબઇ એરપોર્ટ પર તહેનાત સીઆઈએસએફનાં 18 જવાનો કોરોના પોઝિટિવ છે. 

    11:51 (IST)
      બોરિસ જોનસન સરકારે સોશિયલ ડિસ્ટેંસિંગના પાલન માટે એક નવી પહેલ કરી છે. સરકારે અહીં સાયકલથી અવરજવર કરવાનું અભિયાન ચલાવશે. આ માટે 2.48 કરોડ ડોલરનું બજેટ મંજૂર કર્યું છે. પરિવહન મંત્રી ગ્રાંટ શેપ્સે કહ્યુ કે તેનાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને મદદ મળશે. સાથે ભીડ પણ ઓછી થશે અને લોકોને શારીરિક પણ ફાયદો થશે.

    દેશમાં કોવિડ 19નાં સંક્રમણનાં કેસ સતત વધી રહ્યાં છે. શનિવારે સંક્રમણનો આંકડો 60 હજાર નજીક પહોંચી ગયો હતો. જ્યારે મૃતકોની સંખ્યા 1981 થઇ ગઇ છે. જોકે, સારી વાત એ છે કે, કોરોના સામે જંગ જીતીને સાજા થનારા લોકોની પણ સંખ્યા વધીને 17847 થઇ છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો હોવાથી કેન્દ્ર સરકાર દેશમાં લૉકડાઉનમાં છૂટછાટો આપવા અંગે અસમંજસમાં મૂકાઈ ગઈ છે.

    ટૉપ ન્યૂઝ