LIVE NOW

Coronavirus LIVE updates: દેશનાં 80 કરોડ લોકોને 2 રૂ. કિલો ઘઊં અને 3 રૂ. કિલો ચોખા મળશે

gujarati.news18.com | March 25, 2020, 3:52 PM IST
facebook Twitter Linkedin
Last Updated March 25, 2020
auto-refresh
Load More
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા 11 થઇ ગઇ છે. તામિલનાડુમાં 11મી મોત થઇ છે. મળતી જાણકારી પ્રમાણે, આ વ્યક્તિની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. આ સાથે બુધવારે સવાર સુધીમાં ભારતમાં  સંક્રમિતોની સંખ્યા 523 થઇ ગઇ છે. આ સામે 44 લોકો સારા થઇને હૉસ્પિટલથી ઘરે જતા રહ્યાં છે. કપરી પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કોરોનાનો પ્રસાર અટકાવવા ઘરમાંથી બહાર નહીં નીકળવાનું જણાવતાં કહ્યું કે,લોકો કોરોના સામેની લડતમાં 'ફાઈટિંગ સ્પિરિટ' જાળવી રાખે તે ખૂબ જ જરૂરી છે. આ સાથે તેમણે લોકો લોકડાઉનનો અમલ ન કરતાં હોય તો રાજ્યોને કરફ્યુ લાદવા માટે પણ સલાહ આપી હતી તેમજ લોકડાઉનના નિર્દેશોનો કડકાઈથી અમલ કરાવવા પણ રાજ્યોને નિર્દેશ અપાયો હતો. દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 31મી માર્ચ સુધી સંપૂર્ણપણે લોકડાઉન લાદી દીધું છે.