રાજ્યમાં 24 કલાકમાં નવા 206 કેસ નોંધાયા છે. જ્યારે 5 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે આજે રાજ્યમાં કોરોનાનાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2272 થઇ ગઇ છે. અત્યાર સુધી કુલ 95 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે રાજ્યમાં સ્ટેબલ દર્દીઓની સંખ્યા 2020 છે અને 13 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.