રાજસ્થાન સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે, રાજસ્થાનમાં 11 લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 131 થઇ ગઇ છે. જેમાં દિલ્હી તબલીગી જમાતનાં 14 લોકો અને બે ઇટલીનાં લોકો સામેલ છે.
કોરોના વાયરસ અંગે દેશમાં ઘણી જગ્યાઓ હોટ સ્પોટ બની રહી છે. દિલ્હીમાં નિઝામુદ્દીનનું મરકઝ આમાં પહેલા નંબર પર છે. સરકારે દેશમાં આવી 20 જગ્યાઓની ઓળખ કરી છે,જે કોરોના સંક્રમણનું કેન્દ્ર બનતા જાય છે.
ઉત્તરપ્રદેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 117 થઇ છે. ઉત્તરપ્રદેશ પોલીસે દિલ્હીના તબલીગી જમાતમાં સામેલ થયેલા 569 લોકોની ભાળ મેળવી લેવાઈ છે. બુધવારે ગોરખપુર અને મેરઠમાં બે દર્દીના મોત થયા છે. સૌથી વધારે 34 કોરોના પોઝિટિવ ગૌતમ બુદ્ધનગરમાં છે.
21 more #COVID19 cases reported in Andhra Pradesh, taking the total number of positive cases in the state to 132: Arja Srikanth, State Nodal Officer pic.twitter.com/hT0jxlbSPE
કોરોના વાયરસનાં (cornavirus) બુધવારે નવા 437 કેસો સામે આવ્યા છે. જેની સાથે દેશમાં 1834 કેસ નોંધાયા છે અને 52 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, કેન્દ્રશાસિત પ્રદેશો અને વિવિધ રાજ્યોનાં આંકડા જોઇએ તો કુલ 2014 કેસ થયા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હીમાં નોંધાયા છે. દિલ્હીમાં અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના વાયરસનાં કેસ વધીને 152 થઇ ગયા છે. જેમાંથી 53 નિઝામુદ્દીનનાં આયોજનમાં સામેલ થયેલા વ્યક્તિ છે. બુધવારે આ સંખ્યા 33થી વધીને 335 થઇ ગઇ હતી. જેમાં મુંબઇમાંથી પણ 30 કેસ સામે આવ્યાં છે.