liveLIVE NOW

COVID-19 LIVE: દેશમાં કોરોનાનાં 29453 એક્ટિવ કેસ, 1373 લોકોનાં મોત, 11706 દર્દી સાજા થયા

  • News18 Gujarati
  • | May 04, 2020, 09:09 am
    facebookTwitter
    LAST UPDATED Mon May 04 2020

    AUTO-REFRESH

    12:27 (IST)
      મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 હજાર નજીક પહોંચી ગઇ છે. હાલ સંક્રમિતોની સંખ્યા 2910 છે.

    12:23 (IST)
      રાજસ્થાનમાં કોરોનાનાં 123 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 3009 થઇ ગઇ છે. 12 કલાકમાં જોધપુરમાં 73 કેસ મળ્યાં છે.

    11:52 (IST)
      રેલવેએ શ્રમિક ટ્રેન અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, જ્યારે મજૂરોને છોડવામાં આવે છે તો પરતમાં ટ્રેનને ખાલી જ આવવું પડે છે. યાત્રા દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ રહ્યું છે. દરેક પ્રવાસી મજૂરને રેલવે તરફથી મફતમાં જમવાનું અને પાણી આપવામાં આવે છે. 

     

    દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ તીવ્રતાથી વધી રહ્યું છે જેથી સંક્રમિતોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં રવિવાર સુધીનાં આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 40 હજારને પાર જતી રહી છે. જ્યારે 1300થી વધારે મોત નીપજ્યાં છે અને 10 હજારથી વધારે લોકો સાજા થયા છે. આજથી એટલે કે, સોમવારથી લૉકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થશે. ત્રીજા તબક્કામાં કેન્દ્ર સરકાર દ્વારા નોંધપાત્ર છૂટછાટો આપવામાં આવી છે. લૉકડાઉનના ત્રીજા તબક્કામાં દેશને કોરોના વાઈરસના જોખમના સંદર્ભમાં ત્રણ ઝોન રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજિત કરાયો છે. સોમવારથી શરૂ થઈ રહેલુ લૉકડાઉન 17મી સુધી ચાલશે.

    ટૉપ ન્યૂઝ