liveLIVE NOW

Coronavirus Live Updates: દેશમાં 17265 કોરોનાનાં દર્દી, 543 લોકોનાં મોત, 2302 સાજા થયા

  • News18 Gujarati
  • | April 20, 2020, 09:18 am
    facebookTwitter
    LAST UPDATED Mon Apr 20 2020

    AUTO-REFRESH

    13:37 (IST)
      દેશનાં સાત રાજ્યો છે કે જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર થઇ ગઇ છે. જેમાંથી એક રાજ્ય ગુજરાત છે. ગુજરાતમાં સોમવારે કોરોનાનાં 108 નવા કેસ સામે આવ્યાં છે. જે બાદ સંક્રમિતોની સંખ્યા 1851 થઇ ગઇ છે. 

    12:03 (IST)
      ICMRનાં રિપોર્ટ પ્રમાણે, શનિવારે દેશભરમાં 3 લાખ 86 હજાર 791 લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.

    09:17 (IST)
      સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી કફોડી સ્થિતી અમેરિકાની થઇ છે, દેશમાં કોરોના વાયરસનાં કારણે મૃત્યુઆંક 40 હજારને નજીક પહોંચી ગયો છે, છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસનાં સંક્રમણની ઝપેટમાં આવીને 1,903 લોકોનાં જીવ ગયા છે.

    દેશમાં કોરોના વાયરસનો કહેર જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 16 હજારને પાર પહોંચી ગઇ છે. અત્યાર સુધી 16116 કોરોનાના મામલા સામે આવ્યાં છે. જેમાં 519 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 2302 લોકો ઠીક થયા છે. રાજધાની દિલ્હીમાં દર્દીઓનો આંકડો બે હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 110 નવા મામલા સામે આવ્યાં છે. જ્યારે 2 લોકોની મોત નીપજી છે.

    દેશવ્યાપી લૉકડાઉનનો આજે 27મો દિવસ છે. આજથી આર્થિક ગતિવિધિઓ અને સેવાઓ પર પ્રતિબંધોમાં કેટલીક ઢીલ આપવામાં આવી છે. જોકે, આ દરમિયાન રાજ્યોનાં જે વિસ્તારોને કંટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. ત્યાં તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ જારી રહેશે.

    ટૉપ ન્યૂઝ