liveLIVE NOW

Coronavirus LIVE: ધારાવીમાં કોરોનાનાં 11 નવા કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં 3081 લોકો સંક્રમિત

  • News18 Gujarati
  • | April 16, 2020, 14:47 pm
    facebookTwitter
    LAST UPDATED Thu Apr 16 2020

    AUTO-REFRESH

    14:46 (IST)
      મુંબઇ ફાયર બ્રિગેડનાં એક સિનીયર અધિકારીનો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. આવી પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડનાં બે ફ્લોરને સીલ કરી દેવામાં આવ્યાં છે. આ સિનીયર ઓફિસરનાં સંપર્કમાં આવનાર બે અધિકારીઓ પણ સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3081 થઇ ગઇ છે.

    12:31 (IST)
      મધ્ય પ્રદેશનાં ઇન્દોરમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધીને 696 થઇ ગઇ છે જ્યારે 39 લોકોની મોત થઇ છે. છેલ્લા 12 કલાકમાં 152 નવા મામલા સામે આવ્યાં છે. 

    12:23 (IST)
      આંધ્ર પ્રદેશમાં કોરોનાનાં નવા 9 કેસ મળ્યાં છે. જે સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 534 થઇ ગઇ છે.

    11:40 (IST)
      સાઉથ દિલ્હીમાં એક પિઝા ડિલીવરી કરનાર યુવકનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ વિસ્તારનાં 72 લોકોને ક્વૉરન્ટાઇનમાં રહેવે પડશે. 


    દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, કોરોના સંક્રમિતોની સંખ્યા 11,933 થઇ ગઇ છે. જ્યારે 392 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. જેની સામે હિંમત વધે તેવી વાત એ છે કે 344 દર્દીઓ સાજા થઇ ગયા છે. બીજા ફેઝનાં લૉકડાઉનનો આજે બીજો દિવસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે, કુલ 170 જિલ્લા હોટસ્પોટ તરીકે નોંધાયા છે. જ્યારે 207 વિસ્તારોની ઓળખ બિન હોટસ્પોટ તરીકે થઇ છે.

    ટૉપ ન્યૂઝ