liveLIVE NOW

Covid19 Live Updates: દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 1000ને પાર, 31 હજારથી વધુ દર્દીઓ

  • News18 Gujarati
  • | April 29, 2020, 09:11 am
    facebookTwitter
    LAST UPDATED Wed Apr 29 2020

    AUTO-REFRESH

    15:06 (IST)
      દિલ્હીનાં કસ્તૂરબા હૉસ્પિટલમાં એક વિદ્યાર્થીમાં કોરોનાની પુષ્ટી થઇ છે.  જે બાદ વિદ્યાર્થીનાં સંપર્કમાં આવેલા 7 ડૉક્ટરો અને 4 નર્સને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યાં છે. 

    14:05 (IST)
      દેશમાં અત્યાર સુધી કુલ સ્વસ્થ થનારા સંક્રમિતોની સંખ્યા કુલ સંક્રમિતોની સંખ્યાનાં 23.3 ટકા છે. લૉકડાઉન પહેલા દર્દીઓની સંખ્યા બેગણી થવામાં ત્રણ દિવસનો સમય લાગતો હતો. જ્યારે હવે આ દર વધીને દસ દિવસ થઇ ગયો છે.

    12:21 (IST)
      દિલ્હીનાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીનાં 90 ટકા કંન્ટેન્મેન્ટ જોનમાં કોઇ નવો કેસ નોંધાયો નથી.

    10:35 (IST)
      દિલ્હીનાં આઝાદપુર મંડીમાં 11 વેપારીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જે બાદ અનેક દુકાનો સીલ કરવામાં આવી છે. આ સાથે જ વેપારીઓનાં સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરન્ટાઇ કરવામાં આવ્યાં.

    10:33 (IST)
       કોરોના વાઇરસ કોવિડ-19ના પ્રસારને રોકવા માટે જાહેર કરાયેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન ગંગા નદીના પાણીની ગુણવત્તામા સુધારો થયો છે. વારાણસીની સંશોધન- સંસ્થાએ એકઠા કરેલા નદીના પાણીના નમૂના તપાસતાં નદીના પ્રદૂષણ - સ્તરમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો હોવાનું જણાયું છે. બનારસ હિંદુ યુનિવર્સિટીના મહામાના માલવીય રીસર્ચ સેન્ટર ફોર ગંગા, રીવર ડેવલપમેન્ટ એન્ડ વોટર રીસોર્સ મેનેજમેન્ટના અધ્યક્ષ બી.ડી. ત્રિપાઠીએ કહ્યું કે, ગંગા નદીના પ્રદૂષણમાં થયેલા ઘટાડાના અનેક કારણો છે. નદીના મણિકર્ણિકા ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટ પર મૃતદેહોના કરાતા અગ્નિસંસ્કાર ઘટયા છે. વળી, સદગત વ્યક્તિઓના નદીમાં કરાતા અસ્થિવિસર્જન પર પણ નિયંત્રણ મૂકાયું છે.

    દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારાની સંખ્યા બુધવારે 31000ને પાર થઇ ગઇ છે. જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાતમાં દર્દીઓની મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે આ મહામારીથી મૃતકોની સંખ્યા વધીને 1000ને પાર થઇ ગઇ છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના પર પોતાની પ્રેસ બ્રીફિંગ સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતુ કે, 20 દેશોમાં ભારતની સરખામણીએ દર્દીઓની સંખ્યા 84 ગણી, જ્યારે મૃતકોની સંખ્યા 200 ગણી છે. ભારત કોરોના દર્દીઓની કુલ સંખ્યા અને આ મહામારીથી મોતની સંખ્યાના મામલે દુનિયાના એ 20 દેશો કરતા ઘણી સારી સ્થિતિમાં જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે.

     

    ટૉપ ન્યૂઝ