liveLIVE NOW

Covid 19 Live: મધ્યપ્રદેશ સેન્ટ્રલ જેલનાં 19 કેદીઓને કોરોના સંક્રમણ, તમામ ક્વૉરન્ટાઇન

  • News18 Gujarati
  • | April 28, 2020, 15:16 pm
    facebookTwitter
    LAST UPDATED Tue Apr 28 2020

    AUTO-REFRESH

    15:07 (IST)
      મધ્યપ્રદેશ સેન્ટ્રલ જેલનાં 19 કેદીઓનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જે બાદ તમામને અસ્થાયી જેલમાં ક્વૉરન્ટાઇ કરવામાં આવ્યાં છે.

     

    13:00 (IST)
      NITI આયોગનાં એક અધિકારી કોરોના પોઝિટિવ થયા છે. જે બાદ બિલ્ડિંગને બે દિવસ સુધી સીલ કરી દેવામાં આવશે. બિલ્ડિંગને સેનિટાઇઝ કરવામાં આવશે.


    11:51 (IST)
      કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે આર્થિક ગતિવિધિઓ અટવાઇ પડી છે. દેશની અર્થવ્યવસ્થાને આનાથી ખૂબ જ નુક્શાન થઇ રહ્યું છે. ઘરેલું રેટિંગ એજન્સી ક્રિસિલ કહેવું છે કે કોરોના વાયરસ પર નિયંત્રણ માટે લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને કુલ મળીને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. અને પ્રતિ વ્યક્તિ હિસાબે આ નુક્શાન 7,000 રૂપિયા સુધીનું છે.

    11:11 (IST)
      યુપીનાં આગરામાં કોરોનાનાં 9 દર્દી મળ્યા છે. જેના કારણે યુપીમાં સંક્રમિતોની સંખ્યા 1986 થઇ છે. 

    10:23 (IST)
      સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, મહારાષ્ટ્રમમાં 369, મધ્યપ્રદેશમાં 110, ગુજરાતમાં 162, દિલ્હીમાં 54,તમિલનાડુમાં 24, તેલંગાનામાં 26, આંધ્ર પ્રદેશમાં 31, કર્ણાટકમાં 20, યુપીમાં 31, પંજાબમાં 18, પશ્ચિમ બંગાળમા 20, રાજસ્થાનમાં 46, જમ્મુ કાશ્મીરમાં 7, હરિયાણામાં 3, કેરળમાં 4, ઝારખંડમાં 3, બિહારમાં 2, અસમ, હિમાચલ પ્રદેશ, મેઘાલય અને ઓડિસ્સામાં એક એક મોત નીપજી છે. 

     

    09:42 (IST)
      કોરોન સંક્રમણનાં પ્રસાર અંગે સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇનનાં સંશોધનકર્તાએ દાવો કર્યો છે કે, દુનિયાભરમાંથી 9 ડિસેમ્બર સુધી અને ભારતમાં 26 જુલાઇ સુધી કોરોનાનો સંપૂર્ણ પણે નાસ થઇ જશે. 

    દેશભરમાં કોરોના મહામારીમાં 29 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તાજા જાણકારી પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 29435 થઇ ગઇ છે. કોરોનાને કારણે અત્યાર સુધઈી 934 લોકોનાં મોત નીપજ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે 6868 દર્દીઓ સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 8690 થઇ ગઇ છે. બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કરોનાના 190 મામલા નોંધાયા છે. જે બાદ સંક્રમિતોનો આંકડો 3108 થઇ ગયો છે.

    ટૉપ ન્યૂઝ