liveLIVE NOW

Coronavirus Live Updates: દિલ્હીમાં કોરોનાનાં 503 દર્દી, ભોપાલમાં વધુ એક સંક્રમિતનું મોત

  • News18 Gujarati
  • | April 06, 2020, 15:50 pm
    facebookTwitter
    LAST UPDATED Mon Apr 06 2020

    AUTO-REFRESH

    13:48 (IST)
      ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સૌથી નાની ઉંમરનો દર્દી સામે આવ્યો છે. લખનઉની પહેલી સંક્રમિત મહિલા દર્દીનાં બે વર્ષનાં બાળકને કોરોના વાયરસની પુષ્ટી થઇ છે. 

    12:22 (IST)
      BJPનાં કાર્યકર્તાઓને પીએમ મોદીએ કહ્યું કે, કોરોના સામેની લડાઇ ઘણી લાંબી છે. આપણે થાકવાનું નથી. આ લાંબી લડાઇ આપણે જીતવાની છે. જંગમાં વિજય મેળવવી તે આપણા લોહીમાં છે, આપણા સંસ્કાર છે.

    11:20 (IST)
      કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. મકરઝથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 કેસ થયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. 

    દેશમાં કોરોના વાયરસનાં 505 નવા કેસ સામે આવ્યાં છે. જેથી દેશનાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 3577 થઇ ગઇ છે. આ ઉપરાંત કોરોનાને કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 83 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, તલલીગી જમાતની ઘટના ન થાત તો સંક્રમણનાં મામલાને ડબલ થવામાં 7.4 ટકા સમય લાગી જાત, જ્યારે આ ઘટનાને કારણે દર્દીઓની સંખ્યા બેગણી થવામાં 4.1 દિવસનો જ આશરે સમય લાગ્યો.

    ટૉપ ન્યૂઝ