liveLIVE NOW

Coronavirus Live : વિશ્વમાં કોરોનાને કારણે 75 હજાર લોકોનાં જીવ ગયા, દેશમાં 4467 લોકો સંક્રમિત

  • News18 Gujarati
  • | April 07, 2020, 16:17 pm
    facebookTwitter
    LAST UPDATED Tue Apr 07 2020

    AUTO-REFRESH

    16:19 (IST)
      કોરોના વાયરસનાં કારણે દુનિયાભરમાં 75 હજાર લોકોનાં જીવ ગયા છે. જ્યારે આપણા દેશમાં સંક્રમિતોની સંખ્યા 4467 થઇ ગઇ છે.

     

    15:24 (IST)
      કોરોના વાયરસને રોકવા માટે દિલ્હી સરકારે બનાવેલી યોજનાની સીએમ કેજરીવાલે જાણકારી આપી હતી. તેમણે કે, સરકારે ફાઈવ ટી પ્લાન બનાવ્યો છે. જેમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, ટીમ વર્ક અને ટ્રેકિંગનો સમાવેશ થાય છે. કોરોનાથી આપણે ત્રણ ડગલા આગળ ચાલવુ પડશે. કોરોના સુઈ રહેવાથી કંટ્રોલમાં નહી આવે. કેજરીવાલને કહેવા પ્રમાણે મોટા પાયે ટેસ્ટિંગ ના થાય ત્યાં સુધી કેટલા ઘરોમાં કોરોના છે તે ખબર નહી પડે. ટેસ્ટિંગ બહુ જરુરી છે અને આ માટે દિલ્હી સરકારે એક લાખ રેપિડ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર આપ્યો છે. બહુ જલદી ટેસ્ટિંગ શરુ કરાશે.ખાસ કરીને મરકઝ અને દિલશાદ ગાર્ડન જેવા વિસ્તારોમાં જ્યાં હોટ સ્પોટ છે ત્યાં વધારે ટેસ્ટિંગ કરાશે.

     

    15:20 (IST)
      શેરબજારમાં હાલ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1778 અંક વધી 29349 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 507 અંક વધી 8592 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એમએન્ડએમ, એચસીએલ ટેક, એક્સિસ બેન્ક અને ઈન્ફોસિસના શેરમાં તેજી જોવા મળી રહી છે. જોકે બજાજ ફાઈનાન્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે 6 એપ્રિલે અમેરિકાના બજારની સાથે વિશ્વના ઘણા બજાર વધારા સાથે બંધ થયા હતા.

     

    14:09 (IST)
      આખી દુનિયામાં કોરોના વાયરસને પગલે આર્થિક હાલત બગડી રહી છે. નોકરીઓનાં શરૂવાતનાં જે આંકડા મળી રહ્યાં છે તે ઘણાં જ નિરાશાજનક છે. શહેરોમાં બેરોજગારી દર 30.9 ટકા પહોંચી ગયો છે. દેશમાં બેરોજગારી દર 23.44 ટકા પહોંચી ગયો છે. Centre for Monitoring Indian Economy (CMIE)નાં વીકલી ટ્રેકર સર્વેમાં બે સપ્તાહ સુધી સ્થિરતા રહી છે. 5 એપ્રિલનાં  રોજ પુરા થતા સપ્તાહ પછી 6 એપ્રિલનાં નવા આંકડા જારી કરવામાં આવ્યાં. CMIEનાં અનુમાન પ્રમાણે, માર્ચનાં મધ્યમાં આંકડા 6.4 ટકા હતો જે વધીને હવે 23 ટકા છે.

     

    દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં (Coronavirus) અચાનક મોટો ઉછાળો આવ્યો છે અને આંકડો ચાર હજારને પાર કરી ગયો છે. જ્યારે મૃત્યુઆંક પણ 111 થઇ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં હવે કોરોના (COVID-19) કેસોની સંખ્યા 4286 પહોંચી ગઇ છે જેને પગલે રાજ્યોને વધુ સતર્ક રહેવાની સુચના જારી કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર 24 કલાકમાં જ કોરોના વાયરસના કેસોમાં 214નો ઉછાળો આવ્યો છે. અત્યાર સુધીમાં 318 લોકો સાજા થઇ જતા ઘરે જવાની છુટ આપી દીધી છે. જે કુલ કેસો સામે આવ્યા છે તેમાં 66 વિદેશીઓ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર છે જ્યાં કેસોની સંખ્યા વધીને 748 ઉપર પહોંચી ગઇ છે. તેવી જ રીતે તામિલનાડુમાં 571 અને દિલ્હમાં પણ સૌથી વધુ 523 કેસો નોંધાયા છે.