LIVE NOW

Coronavirus LIVE Updates: કોરોનાથી ભારતમાં 16 મોત, આંદામાનમાં પહેલો કેસ સામે આવ્યો

gujarati.news18.com | March 26, 2020, 2:04 PM IST
facebook Twitter Linkedin
Last Updated March 26, 2020
auto-refresh
9:15 am (IST)
   હરિદ્વાર કથા સાંભળવા માટે ગયેલાં સુરત અને સૌરાષ્ટ્રનાં 447 વડીલો ફસાઈ ગયા છે. હવે તેઓની પાસે દવાઓ પણ પૂરી થઈ ગઈ છે. અને રાશન પણ ઓછું હોવાને કારણે તેઓને દિવસમાં ફક્ત એક જ વાર જમવાનું આપવામાં આવે છે. તેવામાં આ વડીલોએ ગુજરાત સરકાર પાસે મદદ માગી છે. હરિદ્વારમાં 15મી માર્ચે કથાકાર ગણપત બાપાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા સાંભળવા માટે સુરત અને સૌરાષ્ટ્રના 447 જેટલાં વડીલો ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા. 22મી તારીખની તેઓની રિટર્ન ટિકિટ હતી. પણ પીએમ મોદીએ 22મી માર્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. જેથી કથા પતાવીને ઘરે પરત પહોંચે તે પહેલાં જ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. અને તમામ વડીલો હરિદ્વારમાં ફસાઈ ગયા હતા.

 

Load More
દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલુ જ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં95 નવા મામલા સામે આવ્યાં છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 612 થઇ ગઇ છે. જ્યારે બુધવાર રાત સુધી આ વાયરસે 12 લોકોનાં જીવ લીધા છે. બુધવારે કોરોનાના ત્રણ દર્દીનું મોત થયું હતું. સવારે તમિલનાડુના મદુરાઈમાં 54 વર્ષના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. સાંજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 65 વર્ષિય મહિલાનું મોત થયું હતું. ગુજરાતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ 85 વર્ષના વૃદ્ધાનું કોરોનાના કારણે મોત થયું છે. બુધવારે દેશમાં 87 નવા કેસ આવ્યા છે. આ સાથે દેશમાં લૉકડાઉનનો આજે બીજો દિવસ છે.