દાવો! ચીને સૈનિકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરી, બીજા ક્રમે ડોક્ટર્સ હશે

દાવો! ચીને સૈનિકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરી, બીજા ક્રમે ડોક્ટર્સ હશે
પ્રતિકાત્મક તસવીર

ચીન આ વેક્સીનેશન દ્વારા દુનિયાને બતાવવા માંગે છે કે તેમના દેશના સૈનિકો દેશ માટે કોઇ પણ બલિદાન આપવા તૈયાર છે.

 • Share this:
  પેઇચિંગ: રશિયા (Russia)એ કોરોના વેક્સીન (Coronavirus Vaccine) બનાવાનો દાવો કર્યો છે તે વચ્ચે ખબર આવી છે કે ચીન (China)એ પણ કોરોનાની વેક્સીન (Covid 19 Vaccine) તૈયાર કરી છે અને તેને સૈનિકો (PLA) પર ઉપયોગ કરવાનું પણ શરૂ કરી દીધું છે. દુનિયાભરના દેશો જ્યાં કોરોના વેક્સીનના અંતિમ સચરણમાં છે અને સૌથી પહેલા તેને ડૉક્ટર્સને આપવાની વાત કરે છે. ત્યાં જ ચીને પોતાની સેનાને આ વેક્સીન આપવાની વાત કરી છે. એક અંગ્રેજી છાપાએ આ મામલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોને સૌથી પહેલા માસ વેક્સીનેશન હેઠળ આ મામલે ટીકાકરણ કરવામાં આવશે.

  ચીનની વેક્સીનના ત્રીજા ટ્રાયલના પરિણામો આવ્યા પહેલા જ તેને પોતાના સૈનિકોને માસ વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ કરી ટીકાકરણ આપી રહ્યું છે. આ પહેલા પણ અનેક દવાઓનો પહેલા ઉપયોગ ચીન સેના પર કરી ચૂક્યું છે. કેનબરમાં ચાઇના પોલીસી સેન્ટરના ડાયરેક્ટર એડમ નીનું કહેવું છે કે ચીની સેનાની અંદર જૈવિક અને સંક્રમણ બિમારીઓને લડવાની ક્ષમતા છે અને ચીની નેતા તેનો પૂરો ફાયદો લેતા રહે છે.
  ચીની મીડિયાનું માનીએ તો ચીની વેક્સીનને વિકસિત કરવા માટે ડૉક્ટર ચેન વેઇના વખાણ કરવામાં આવી રહ્યા છે. જો કે ડૉક્ટર ચેને આ વેક્સીન બનાવવામાં કોઇ અધિકૃત ભૂમિકા નથી. પણ આ પહેલા તેમની કંપનીએ ઇબોલા માટે વેક્સીન બનાવી હતી. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Cansinoની કોરોના વાયરસ વેક્સીનને સૈનિકોને આપવામાં આવી રહી છે. એડમે કહ્યું કે Cansinoની કોરોના વાયરસ વેક્સીનને ચીની સેના સાથે મળીને બનાવવામાં આવી છે. CanSino પોતાના ટેસ્ટિંગ અને વેક્સિન બનાવાની ક્ષમતાના કારણે વિરોધી અમેરિકા અન્ય કંપનીઓને પાછળ છોડી દીધી છે.

  WHOના રિપોર્ટ મુજબ ક્લિનિકલ ટ્રાયલમાં સૌથી ચાલી રહેલી 21 વેક્સીનમાંથી 8 ચીની વેક્સીન છે. જો કે ચીન સિવાય કોઇ પણ દેશ કોરોનાની પ્રોયોગિક વેક્સીનને પોતાના સેનિકો કે સામાન્ય નાગરિકોને નથી આપી રહ્યું. રિપોર્ટ મુજબ ચીનમાં 741 ગૈર સેન્ય શોધકર્તા પીએમઇ કામ કરે છે. ચીન આ વેક્સીનેશન દ્વારા દુનિયાને બતાવવા માંગે છે કે તેમના દેશના સૈનિકો દેશ માટે કોઇ પણ બલિદાન આપવા તૈયાર છે. અને તે બીજા કરતા સૌથી વધુ કાબિલ છે.
  Published by:Chaitali Shukla
  First published:August 11, 2020, 16:14 pm