નવી દિલ્હી : કોરોનાવાયરસ ચીનથી ફેલાવવા અને સમગ્ર વિશ્વમાં ફેલાવવાની તપાસ કરી રહેલા એક સ્વતંત્ર જૂથે પોતાના બીજા અહેવાલમાં કહ્યું છે કે, જો શરૂઆતમાં ચીન અને વિશ્વ આરોગ્ય સંગઠન કોરોનાને નિયંત્રણ કરવા માટે ઝડપી પગલા ભર્યા હોત તો વાયરસને ફેલાતો અટકાવી શક્યા હોત. તેમના અહેવાલમાં, રોગચાળા સામે વૈશ્વિક પ્રયાસોની તપાસ કરી રહેલા જૂથે કહ્યું છે કે, સામાન્ય રીતે છુપાયેલા ચેપી રોગ મામલે કરવામાં આવતી બેદરકારી કારણે તે વૈશ્વિક સ્તરે ફેલાય છે. આઈપીઆરએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, ચીનના વુહાનમાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓની શ્રેણી બતાવે છે કે, શરૂઆતમાં વધુ ઝડપી પગલાં લેવાની જરૂર હતી.
કોરોના વાયરસ ચેપની તપાસ માટે બીજી વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમ ચીનના વુહાન પણ પહોંચી છે. આ દરમિયાન, ચીની મીડિયાનો બે વર્ષ જુનો વીડિયો વાયરલ થયો છે, જેમાં એવું જોવા મળે છે કે, ગુફાઓમાં વાયરસ અંગે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોને ચામાચીડિયું કરડ્યું હતું. વૈજ્ઞાનિકોની આ ટીમ બે વર્ષ પહેલા ગુફામાં સાર્સ (સાર્સ) વાયરસ શોધવા માટે પહોંચી હતી. વિશેષ વાત એ છે કે, આ વૈજ્ઞાનિકોએ ગુફામાં ન તો સલામતીની કાળજી લીધી છે અને ન તો લેબના નમૂનાઓ અંગે કોઈ સાવચેતી લીધી છે.
તાઇવાન ન્યૂઝ વેબસાઇટ અનુસાર, 29 ડિસેમ્બર 2017ના રોજ, ચાઇનીઝ સ્ટેટ ટીવીએ એક વીડિયો બહાર પાડ્યો, જેમાં બેટ વુમન તરીકે પ્રખ્યાત શી ઝેંગલી અને તેની ટીમને લેબમાં સાર્સ વાયરસની ઉત્પત્તિ પર સંશોધન કરતી બતાવવામાં આવી હતી. બાયોસેફ્ટી લેવલની 4 લેબ હોવા છતાં, આ વૈજ્ઞાનિકોએ લેબ અને ગુફા બંનેમાં સુરક્ષા વ્યવસ્થાઓને મોટાભાગે અવગણ્યા હતા.
વેબસાઇટ અનુસાર, વૈજ્ઞાનિક ચુઇ જીએ ચામાચીડીયું કરડવાનો પોતાનો અનુભવ કહ્યો. તેમણે કહ્યું હતું કે, તેમના મોજામાં ચામાચીડિયાના દાંત ડૂબી ગયા હતા. જીએ કહ્યું કે, તેઓને સોય ચુબી તેવો અનુભવ થયો હતો. વીડિયોમાં સંભળાય છે કે, ચામાચીડીયું ઘણા વાયરસના વાહક હોઈ શકે છે. તાઇવાન ન્યૂઝે ચાઇના સાયન્સ એક્સપ્લોરેશન સેન્ટરમાં પ્રકાશિત થયેલા એક લેખને ટાંકીને કહ્યું કે, શીએ કહ્યું કે, આ કામ એટલું જોખમી નથી જેટલું લોકો વિચારે છે.
તમને જણાવી દઈએ કે, 2019ના નવેમ્બર-ડિસેમ્બરમાં, કોરોના વાયરસ ચીનના વુહાનમાં જોવા મળ્યો હતો. થોડા મહિનામાં, વાયરસના ચેપથી આખી દુનિયા ઝડપાઈ ગઈ. હવે 20 લાખથી વધુ લોકો આ વાયરસના ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. વૈશ્વિક સ્તરે અરાજકતા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર