Corona Latest Updates: દેશમાં 205 દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ, રિકવરી રેટ 98 ટકા થયો

પ્રતીકાત્મક તસવીર

Covid-19 in India: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 21,257 નવા કેસ નોંધાયા, 271 દર્દીએ જીવ ગુમાવ્યો

  • Share this:
    Coronavirus in India, 08 October 2021: ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ મહદઅંશે કાબૂમાં હોય એવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. એક્ટિવ કેસમાં (India Corona Active Cases) પણ ઘટાડો નોંધાયો છે. 205 દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 રિકવરી રેટ (Covid-19 Recovery Rate) પણ સુધરીને 98 ટકા થયો છે. ગુજરાતમાં (Gujarat Corona Updates) હાલ 127 એક્ટિવ કેસ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 20 લોકો સંક્રમિત થયા છે. સૌથી વધુ ચિંતા કેરળમાં (Kerala Covid-19 New Cases) છે. અહીં છેલ્લા એક દિવસમાં 12,228 કેસ નોંધાયા છે, જ્યારે 141 દર્દીએ જીવ ગુમાવ્યો છે.

    દેશમાં કોરોના વેક્સીનના 93 કરોડથી વધુ ડોઝ અપાયા

    શુક્રવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 21,257 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 271 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,39,15,569 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 93,17,17,191 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 50,17,753 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    અમદાવાદમાં 6, સુરતમાં 5, વલસાડમાં 5, વડોદરામાં 4, ગાંધીનગર, જામનગરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.


    મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 32 લાખ 25 હજાર 221 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 24,963 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,40,221 એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ 97.90 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,50,127 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 7 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 58,00,43,190 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 13,85,706 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, EXPLAINED: મેલેરિયાની વેક્સીનને WHOની મંજૂરી, 30 વર્ષની મહેનત બાદ બનાવવામાં આવી વેક્સીન

    ગુજરાતમાં કોરોનાના 127 એક્ટિવ કેસ

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Gujarat Coronavirus updates) નવા 20 કેસ નોંધાયા છે. જેની સામે 22 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10085 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4,72,739 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6,33,28,701 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, કલાઈમેટ ચેન્જ રોકવા Googleનો પ્રયાસ, ક્યાં-કોણ વધુ પ્રદુષણ ફેલાવે છે? ગૂગલ ગુરુ આપશે માહિતી

    ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 3, સુરતમાં 7, નવસારીમાં 4, વલસાડમાં 3, ખેડામાં 2, વડોદરામાં 1 સહિત કુલ 20 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે વલસાડમાં એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 6, સુરતમાં 5, વલસાડમાં 5, વડોદરામાં 4, ગાંધીનગર, જામનગરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 179 એક્ટિવ કેસ છે, જેમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 175 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815816 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: