હવે RT-PCR ટેસ્ટમાં કોરોના સંક્રમિત મળી રહ્યા છે નેગેટિવ, જાણો પૂરી ઘટના

હવે RT-PCR ટેસ્ટમાં કોરોના સંક્રમિત મળી રહ્યા છે નેગેટિવ, જાણો પૂરી ઘટના
હવે RT-PCR ટેસ્ટમાં કોરોના સંક્રમિત મળી રહ્યા છે નેગેટિવ, જાણો પૂરી ઘટના

દેશમાં કોરોના વાયરસના (Coronavirus Cases) કેસ સતત ઘટી રહ્યા છે. કેટલાક વિશેષજ્ઞો તેને રાહતના સમાચાર ગણાવે છે તો કેટલાકનો મત છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઈ છે

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના (Coronavirus Cases) કેસ સતત ઘટી રહ્યા છે. કેટલાક વિશેષજ્ઞો તેને રાહતના સમાચાર ગણાવે છે તો કેટલાકનો મત છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઈ છે. હવે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જેણે બધાને ચોંકાવી દીધા છે. બેંગલુરુમાં એવા ઘણા કેસ જોવા મળ્યા જેમા વ્યક્તિ સંક્રમિત થવા છતા તેનો આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બેંગલુરુમાં આ પ્રકારના આઠ કેસ જોવા મળ્યા છે. આ બધાને કોવિડ-19ના લક્ષણો (Covid-19 Symptoms)હતા તેમની હાલત હોસ્પિટલમાં ભરતી કરવા લાયક હતા. આ લોકોનો સિટી સ્કેન થયા પછી સંક્રમણની પૃષ્ટિ થઇ હતી. જેમાં બે દર્દીઓના મોત થયા છે.

    કર્ણાટકના કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય ડો. સીએન મંજૂનાથે આ સિલસિલામાં થયેલી વાતચીતમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે આ એક સમૂહમાં આવેલા કેસમાં હોઇ શકે છે. જે લોકો આરટી પીસીઆર ટેસ્ટમાં નેગેટિવ આવે છે જોકે તેનામાં રોગસૂચક લક્ષણ હોય છે. તેમને સિટી સ્કેન રિપોર્ટ પછી કોવિડ દર્દીઓની જેમ ટ્રિટ કરવામાં આવે છે. રાજ્યમાં આવા 5-8 ટકા કેસ છે. ક્યારેક ક્યારેક ફરીથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાથી પણ ફાયદો થઇ શકે છે.



    આ પણ વાંચો - Success Story: રસ્તા પર ઝાડુ લગાવનાર સફાઇકર્મી આશા બની RAS અધિકારી

    ડોક્ટર્સનું માનવું છે કે ખોટો આરટી-પીસીઆર રિપોર્ટ દર્દીઓને ગુમરાહ કરી શકે છે કારણ કે તે કોવિડ-19 સંક્રમણ જાણવા તેના પર ઘણો વિશ્વાસ કરે છે.

    ટેસ્ટ કિટની ક્વોલિટી પણ મહત્વની

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં સકરા વર્લ્ડમાં ઇન્ટરનલ મેડિસિન અને ઇંફેક્શિયસ ડિસિઝ સ્પેશ્યાલિસ્ટ સીનિયર કંસલટન્ટ ડો રઘુએ કહ્યું કે લગભગ 10-15 ટકા કેસમાં આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ જોવા મળ્યો છે. સાથે તેમણે આ માટે આરટી-પીસીઆર ટેસ્ટ કિટની ક્વોલિટીને લઇને કહ્યું કે પરિણામ માટે ટેસ્ટ કિટની ક્વોલિટી પણ મહત્વની હોય છે.
    Published by:Ashish Goyal
    First published:July 15, 2021, 17:10 IST

    ટૉપ ન્યૂઝ