ભારતમાં ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, 24 કલાકમાં 46,759 નવા કેસ, 509 મોત

પ્રતીકાત્મક તસવીર: shutterstock

Covid cases in India: હવે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 26 લાખ 49 હજાર 947 થઈ ગઈ છે.

 • Share this:
  coronavirus cases on 28th August, 2021: કોરોનાનો વધતો ગ્રાફે (Covid19 cases in India) ફરી એક વખત ડરાવવાનું શરૂ કરી દીધું છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 હજારથી ઉપર જઈ રહી છે, જે ત્રીજી લહેર આહટથી ઓછી નથી. આરોગ્ય મંત્રાલયના (Health Ministry) જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 46 હજાર 759 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 509 દર્દીઓના મોત થયા છે. નવા કોરોના દર્દીઓ મળ્યા પછી, હવે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 26 લાખ 49 હજાર 947 થઈ ગઈ છે.

  24 કલાકમાં 1,03,35,290 લોકોને રસી આપી

  આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાના 3 લાખ 59 હજાર 775 સક્રિય કેસ છે, જ્યારે 3 કરોડ 18 લાખ 52 હજાર 803 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે ગયા છે. તે જ સમયે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 37 હજાર 370 લોકો મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં 62,29,89,134 લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 1,03,35,290 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

  કોરોનાના આંકડા


  કેરળમાં કોરોનાનો હાહાકાર

  કેરળમાં શુક્રવારે કોવિડ 19ના 32,801 નવા કેસો આવવાથી કોરોના વાયરસ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 39.45 લાખ થઈ ગઈ છે. જ્યારે 179 વધુ દર્દીઓના મોત બાદ મૃત્યુઆંક 20,313 પર પહોંચી ગયો છે. કેરળમાં સતત ત્રીજા દિવસે ચેપના નવા કેસોની સંખ્યા 30 હજારને વટાવી ગઈ છે. ગુરુવારે, કેરળમાં 30,007 નવા કેસ નોંધાયા હતા જ્યારે 25 ઓગસ્ટના રોજ કોરોના વાયરસ ચેપના 31,445 નવા કેસ નોંધાયા હતા.

  આ પણ વાંચો - Bank Holidays: સપ્ટેમ્બરમાં 12 દિવસ માટે Banks રહેશે બંધ, અત્યારથી જ કરી લો જરૂરી પ્લાનિંગ

  મહારાષ્ટ્રમાં કોરોનાના 4,654 નવા કેસ

  મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 4,654 નવા કેસો આવવાથી રાજ્યમાં કોરોનાથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 64,47,442 થઈ ગઈ છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 170 દર્દીઓના મૃત્યુ પછી, મૃતકોની સંખ્યા વધીને 1,36,900 થઈ ગઈ. છેલ્લા 24 કલાક દરમિયાન, રાજ્યમાં ચેપ મુક્ત બન્યા બાદ 3,301 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 62,55,451 લોકો સાજા થયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં 51,574 દર્દીઓ સારવાર હેઠળ છે.

  આ પણ વાંચો - US Drone Strike ISIS: અમેરિકાએ કાબુલ વિસ્ફોટોનો લીધો બદલો, કર્યો ડ્રોન હુમલો

  ગુજરાતમાં નવા 13 કેસ નોંધાયા

  રાજ્યમાં (Gujarat Coronavirus updates)શુક્રવારે કોરોના વાયરસના (Coronavirus)નવા 13 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,50,37,451 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,13,874 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
  Published by:Kaushal Pancholi
  First published: