Covid-19: દેશમાં કોરોનાએ ચિંતા વધારી, 24 કલાકમાં 42,625 નવા કેસ, 562 દર્દીઓનાં મોત

ભારતમાં કોરોનાના કારણે કુલ 4,25,757 દર્દીઓએ જીવ ગુમાવ્યા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.10 લાખને પાર

ભારતમાં કોરોનાના કારણે કુલ 4,25,757 દર્દીઓએ જીવ ગુમાવ્યા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.10 લાખને પાર

  • Share this:
    Corona Cases in India, 4 August 2021: દેશમાં કોરોનાના આંકડા ચિંતા વધારી રહ્યા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત 40 હજાર ઉપર નોંધાઈ રહી છે અને મૃત્યુઆંક પણ 500ની આસપાસ નોંધાઈ રહ્યો છે. બુધવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 42,625 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 562 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,17,69,132 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 48,52,86,570 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

    વિશેષમાં, કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 9 લાખ 33 હજાર 22 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 36,668 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.4 ટકા છે. હાલમાં 4,10,353 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,25,757 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

    નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 3 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 47,31,42,307 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 18,47,518 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


    આ પણ વાંચો, Dhanbad Judge Murder Case: જજ ઉત્તમ આનંદના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો કેવી રીતે થયું મોત

    ગુજરાતમાં કોરોના વાયરસ (Corona Cases in Gujarat)ની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. જેની સામે 25 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 થયો છે. સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,44,19,588 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવ્યા છે. મંગળવારે કુલ 3,43,187 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો, Independence Day 2021: ભારતના પાડોશી દેશ ક્યારે ઊજવે છે સ્વતંત્રતા દિવસ?


    ગુજરાતમાં હાલમાં ફક્ત 226 એક્ટિવ કેસ છે આ પૈકીના 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ફક્ત રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,14, 637 કેસ ડિસ્ચાર્જ થઈ જશે. બીજી તરફ, મંગળવારે સૌથી વધુ 39,976 વ્યક્તિઓને અમદાવાદમાં રસી આપવામાં આવી છે. જ્યારે ત્યારબાદ સૌથી વધુ સુરત શહેરમાં 26,686 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. ત્યારબાદ આજે બનાસકાંઠામાં 19759 વ્યક્તિને રસી આપનવામાં આવી છે. સૌથી ઓછી ડાંગમાં 890 વ્યક્તિને રસી આપવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published: