Corona Cases in India, 2 August 2021: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,134 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 422 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,16,95,958 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 47,22,23,639 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 8 લાખ 57 હજાર 467 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 36,946 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.36 ટકા છે. હાલમાં 4,05,155 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,24,773 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 1 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 46,96,45,494 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 14,28,984 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ (Corona Cases in Gujarat) નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિએ કોરોનામાંથી જીવ ગુમાવ્યો નથી. જ્યારે રવિવારે 24 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.74 ટકા થઈ છે. રાજ્યમાં એક્ટીવ કેસોની વાત કરીએ તો રાજ્યમાં કુલ 330 એક્ટિવ કેસો છે જેમાં 5 વેન્ટીલેટર ઉપર છે જ્યારે 324 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10,076 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે 81,43007 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધી 3,22,664 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિએ કોરોનામાંથી જીવ ગુમાવ્યો નથી. જ્યારે આજે 24 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.74 ટકા થઈ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર