દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે PM મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

પીએમ મોદીનું રાષ્ટ્રજોગ બીજુ સંબોધન.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપના સંબંધમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશવાસીઓ સાથે શૅર કરીશ

 • Share this:
  નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Corona virus)ના વધતા પ્રકોપને રોકવા માટે કેન્દ્ર સરકાર (Modi Government) અને રાજ્ય સરકારો (State Governments)એ પોતાના પ્રયાસો વેગવંતા કરી દીધા છે. આ વાયરસના સંક્રમણ (COVID-19)ને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન (Lockdowned) લાદવામાં આવ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને તેની જાણકારી આપી.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપના સંબંધમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશવાસીઓ સાથે શૅર કરીશ. આજે 24 માર્ચે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરીશ.

  આ પણ વાંચો, કોરોનાના શિકાર બનેલા શખ્સની અટૉપ્સી નહીં થાય, પરિજનો શબને સ્પર્શી નહીં શકેઃ સરકારે આપ્યા નિર્દેશ

  પીએમ મોદીએ રવિવાર માટે કરી હતી જનતા કર્ફ્યૂની અપીલ  

  ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 495 કેસ સામે આવી ચૂક્યા છે. આ વાયરસથી અત્યાર સુધી 9 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 34 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. કોરોનાના પ્રસારને રોકવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ આ પહેલા રવિવારે જનતા કર્ફ્યૂનું એલાન કર્યું હતું, જેને દેશવાસીઓનું પ્રચંડ સમર્થન મળ્યું હતું.

  જનતા કર્ફ્યૂ બાદ સોમવારથી દેશના તમામ રાજ્યોમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ, પંજાબ સરકારે લૉકડાઉનથી આગળ વધતાં સંપૂર્ણપણે કર્ફ્યૂ લાદી દીધી છે.

  આ પણ વાંચો, WHOએ ભારતના વખાણ કર્યા, કહ્યું- તેમની પાસે કોરોના વાયરસથી લડવાની જોરદાર ક્ષમતા
  Published by:Mrunal Bhojak
  First published: