દેશમાં કોરોનાનો કહેર યથાવત: 96 હજાર નવા કેસ નોંધાયા, 446 લોકોનાં મોત

દેશમાં કોરોનાનો કહેર યથાવત: 96 હજાર નવા કેસ નોંધાયા, 446 લોકોનાં મોત
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,143 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના મહામારી (Corona Pandamic)ને પગલે 446 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોના (India Coronavirus)નો કહેર યથાવત રહ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96,982 કેસ નોંધાયા છે. જે ગઇકાલે નોંધાયેલા કેસ કરતા ઓછા છે. સોમવારે દેશમાં ઑલ ટાઇમ હાઇ એક લાખથી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,143 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના મહામારી (Corona Pandamic)ને પગલે 446 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

  દેશમાં હાલ કોરોના વાયરસના 7,88,223 કેસ છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 1,26,86,049 થઈ છે. બીજી તરફ કુલ 1,117,32,279 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાને પગલે અત્યારસુધી કુલ 1,65,547 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ સાજા થવાનો દર 92.5 ટકા છે, જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે. દેશમાં અત્યારસુધી કુલ 8.31 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.  આ પણ વાંચો: સુરત: કચરો ભરવાની ગાડીમાં વેન્ટિલેટર લાવીને SMC શું સાબિત કરવા માંગે છે? જરા શરમ કરો

  છેલ્લા 24 કલાકમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 47,288 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કુલ 155 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેની સામે 26,252 લોકો સાજા થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 56,033 થઈ છે. મહારાષ્ટ્ર ઉપરાંત છત્તીસગઢમાં 44 અને પંજાબમાં 72 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 3,160 નવા કેસ

  રાજ્યમાં કોરોના વાઇરસ (Coronavirus cases in Gujarat)ની સ્થિતિ વિકટ થતી જઈ રહી છે. રસીકરણની તેજ રફતાર વચ્ચે પણ સોમવારે 3,160 નવા કેસ નોંધાયા છે. નવો સ્ટ્રેઇન બૂલેટ ગતિએ વધી રહ્યો છે અને એક પછી એક શહેરોમાં દવાખાના ખાટલાઓ હાઉસફૂલ થઈ રહ્યા છે. સોમવારે રાજ્યમાં 15 દર્દીઓનાં દુઃખદ નિધન થયા છે. આ બધાની વચ્ચે કુલ 2,028 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે.

  આ પણ વાંચો: સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત

  અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 781, સુરતમાં 788, રાજકોટમાં 311, વડોદરામાં 330, મહેસાણામાં 88, જામનગરમાં 124, પાટણમાં 65, ભાવનગરમાં 79, ગાંધીનગરમાં 72, મોરબીમાં 33, ભરૂચમાં 32, ખેડામાં 32, દાહોદમાં 31, કચ્છ, નર્મદામાં 30-30, આણંદમાં 25 કેસ નોંધાયા છે.

  સુરતમાં 24 કલાકમાં જ 788 કેસ

  સોમવારે સુરતમાં વધુ 788 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં માં 603, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 185 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 68,653 પર પહોંચી છે. સોમવારે 07 લોકોનાં કોરોનાથી મોત થયા હતા. આ સાથે સુરતનો મૃત્યાંક 1,203 પર પહોંચ્યો છે. બીજી તરફ સોમવારે 678 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 06, 2021, 10:32 am

  ટૉપ ન્યૂઝ