ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 28એ પહોંચી, એરપોર્ટ પર તમામ વિદેશી મુસાફરોની તપાસ થશે : સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન

News18 Gujarati
Updated: March 4, 2020, 2:26 PM IST
ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 28એ પહોંચી, એરપોર્ટ પર તમામ વિદેશી મુસાફરોની તપાસ થશે : સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન

દુનિયાભરના લગભગ 70 દેશોમાં ફેલાઈ ચૂકેલા કોરોના વાયરસે હવે ભારતના લોકોની ચિંતા વધારી દીધી છે

  • Share this:
નવી દિલ્હી : દુનિયાભરના લગભગ 70 દેશોમાં ફેલાઈ ચૂકેલા કોરોના વાયરસ (Coronavirus)એ હવે ભારત (India)માં લોકોની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Harsh Vardhan)એ જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 28 કેસ સામે આવ્યા છે. તેમાંથી કેરળ (Kerala)માં શરૂઆતમાં મળેલા ત્રણ લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસના પીડિત લોકોની જાણકારી આપતાં તેઓએ કહ્યું કે, 17 લોકોનું ઈટાલિયન ગ્રુપ છે. આ ગ્રુપમાં 1 ભારતીય છે, જે ડ્રાઇવર છે. બાકી આગ્રા (Agra) અને બીજા સ્થળના લોકો છે.

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને તેની સાથે જ કહ્યું કે, ભારત આવનારા તમામ આંતરરાષ્ટ્રીય પ્લેનના મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. તેની સાથે જ તેઓએ જણાવ્યું કે દિલ્હી સરકારને પણ ડૉક્ટરોની ટીમને મજબૂત કરવા માટે કહ્યું છે, જેનાથી કેસો વધુ તો વાંધો ન આવે. તેઓએ કહ્યું કે, દિલ્હીના કેસમાં અમને જાણવા મળ્યું છે કે પીડિત ઓછામાં ઓછા 66 લોકોના સંપર્કમાં આવ્યા હતા. તેમના આગ્રામાં પરિવારના 6 લોકો કોરોનાવાયરસથી પોઝિટિવ હોવાનું બહાર આવ્યું.બીજી તરફ, સરકારની તૈયારીઓનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સિંહે કહ્યું કે, 15 લેબોરેટરી પહેલા ઊભી કરવામાં આવી ચૂકી છે. હજુ વધુ 19 લેબ ઊભી કરવામાં આવશે, એટલે કે કુલ 34 લેબ છે. બીજી તરફ, ઈરાનથી ભારત આવવા માટે ઈરાનમાં લેબ બનાવવા માટે આજે સામાન મોકલવામાં આવશે અને આ મુદ્દે 3 વાગ્યે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની બેઠકમાં ચર્ચા પણ થશે.આ પણ વાંચો, Coronavirusના કારણે આ વખતે PM મોદી હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થાય

સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે એરપોર્ટ પર કાલ સાંજ સુધીમાં 5 લાખ 89 હજાર લોકોનું સ્ક્રીનિંગ થયું છે. તેની સાથે જ તેઓએ કહ્યું કે બીજા વાયરલની જેમ તેની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. આ વાયરસમાં મોર્ટાલિટી રેટ માત્ર 2 ટકા છે. જોકે હાલમાં લોકોને સતર્ક રહેવાની જરૂર છે.

હર્ષવર્ધને કહ્યું કે, બાળકોને સ્કૂલ મોકલવાની કોઈ મનાઈ નથી પરંતુ સ્કૂલમાં ભીડભાડથી બચો. બીજી તરફ પીએમ મોદીના હોળી મિલન સમારોહમાં સામે ન થવાના અહેવાલને લઈને તેઓએ કહ્યું કે, પીએમે પણ કહ્યું કે હોળીની ઉજવણીમાં ભાગ નહીં લે. અમે પણ કહી રહ્યા છીએ કે જાહેર મેળવડાથી દૂર રહેવું.

આ પણ વાંચો, Coronavirus: ઈટલીથી આવેલા 15 પ્રવાસી કોરોનાથી પીડિત, AIIMSએ કરી પુષ્ટિ
First published: March 4, 2020, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading