હરિયાણાના CMને મોદીએ કહ્યું- આંકડા નહીં, કોરોના વિરુદ્ધ શું પગલાં લીધા તે કહો

હરિયાણાના CMને મોદીએ કહ્યું- આંકડા નહીં, કોરોના વિરુદ્ધ શું પગલાં લીધા તે કહો
નરેન્દ્ર મોદી સાથે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી બચવા માટે પ્રભાવિત તેવા 8 રાજ્યોના મુખ્યમંત્રીથી બેઠક શરૂ કરી છે. આ રાજ્યોમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાન સામેલ છે.

 • Share this:
  PM Narendra Modi Review Meeting on Covid-19 Spikes: દેશમાં કોરોના વાયરસના કેસ વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી બચવા માટે પ્રભાવિત તેવા 8 રાજ્યોના મુખ્યમંત્રીથી બેઠક શરૂ કરી છે. આ રાજ્યોમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાન સામેલ છે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે 12 વાગ્યાથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ મામલે ચર્ચા શરૂ કરી છે. કરશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાઈ રહી છે. આ બેઠક બે મુખ્ય એજન્ડા પર આધારિત છે. પહેલો, કોવિડના વધતા કેસને લઈ રાજ્ય પોતાના તરફથી શું પ્રયાસ કરી રહ્યા છે. બીજો એજન્ડા વેક્સીનેશનને લઈને છે.

  ત્યારે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે પણ આ મામલે વાત કરી હતી. આ વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના સીએમને કહ્યું કે અમને તે નંબર કેટલા તે ના કહો, અમને તે જણાવો કે રાજ્ય સરકારે કોરોના વિરુદ્ધ શું સ્ટેપ લીધા છે. અમને તે મામલે જાણકારી જોઇએ છે.  ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાત કરી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે તેમણે કોરોના વેક્સીનના વિતરણ મામલે ટાસ્ક ફોર્સ બનાવવા મામલે પણ ચર્ચા કરી. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર પાછળ હવાનું પ્રદૂષણ અને પરાલી બાળવાની સમસ્યા કારણભૂત છે. તેમણે આ મામલે દખલ કરવાની માંગ પણ કરી.


  નોંધનીય છે કે આગામી વર્ષની શરૂઆતમાં કોરોનાની વેક્સીન આવવાની આશા છે. એવામાં તેને વહેલી તકે વધુ લોકો સુધી પહોંચાડી શકાય, વેક્સીનને સ્ટોર કરવા માટે રાજ્યોની પાસે શું સંસાધન છે, અને કેવા પ્રકારથી વેક્સીનેશન કરવામાં આવશે, તે મુદ્દે આ મહત્વની બેઠક થઇ રહી છે.

  વધુ વાંચો : બિલ ગેટ્સને પાછળ છોડી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા એલન મસ્ક

  આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે યુરોપ અને અમેરિકામાં પણ કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ ભારતમાં પણ દરરોજ આવતા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેથી આપણે પણ નિયમો અંગે ખૂબ કાળજી રાખવી પડશે.

  સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવા નિયમોને અનુસરવા પડશે. અમિત શાહ પછી આરોગ્ય સચિવે આગામી દિવસો વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે કોરોનાના કારણે દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વિશેષ સાવચેતી રાખવી પડશે. અહીં સ્થિતિ વણસી રહી છે.
  Published by:Chaitali Shukla
  First published:November 24, 2020, 14:13 pm

  ટૉપ ન્યૂઝ