PM મોદીની 8 મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ, કોરોનાનો સામનો કરવા કેવી રણનીતિ ઘડાશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે રાજ્યોમાં કોરોના સંકટની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે રાજ્યોમાં કોરોના સંકટની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે

 • Share this:
  PM Narendra Modi Review Meeting on Covid-19 Spikes:  દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 92 લાખની નજીક પહોંચી ગઈ છે. કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના મામલા ફરી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ રાજ્યોમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાન સામેલ છે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત છે. ત્યારબાદ વડાપ્રધાન બપોરે 12 વાગ્યાથી બાકીના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાઈ રહી છે.

  બેઠકના શું છે એજન્ડા?

  આ બેઠકના બે મુખ્ય એજન્ડા છે. પહેલો, કોવિડના વધતા કેસને લઈ રાજ્ય પોતાના તરફથી શું પ્રયાસ કરી રહ્યા છે. કેસોને વધતા અટકાવવા માટે કેવા પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેને લઈને સમીક્ષા થશે.

  બીજો એજન્ડા વેક્સીનેશનને લઈને છે. આગામી વર્ષની શરૂઆતમાં વેક્સીન આવવાની આશા છે. એવામાં તેને વહેલી તકે વધુ લોકો સુધી પહોંચાડી શકાય, વેક્સીનને સ્ટોર કરવા માટે રાજ્યોની પાસે શું સંસાધન છે, અને કેવા પ્રકારથી વેક્સીનેશન કરવામાં આવશે, તે મુદ્દે વાતચીત થશે.

  વડાપ્રધાનની અગત્યની બેઠક

  વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે રાજ્યોમાં કોરોના સંકટની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે. આ બેઠકમાં કોરોના વેક્સીનના વિતરણને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે કોરોના સંકટ આવ્યા બાદથી પીએમ રાજ્યો સાથે સતત વાતચીત કરતા રહે છે. દેશમાં વધતા કોરોના સંક્રમણના કેસોની વચ્ચે પીએમ મોદીએ ગત સપ્તાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પીએમ મોદીએ આ બેઠકમાં દેશમાં કોરોના વેક્સીનને લઈને તૈયાર કરવામાં આવી રહેલી રણનીતિ વિશે ચર્ચા કરી હતી. ભારતમાં કોરોનાના સંક્રમણ કેસ 91 લાખને પાર થઈ ગયા છે.

  આ પણ વાંચો, કેન્દ્રીય મંત્રીનો દાવો- મહારાષ્ટ્રમાં આગામી ત્રણ મહિનામાં BJP સરકાર બનાવી લેશે

  આ પણ વાંચો, ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીએ કોરોનાનો સામનો કરવા શું કર્યા ઉપાય? સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ

  બેઠકમાં કોણ-કોણ સામેલ?

  વડાપ્રધાન સાથે યોજાનારી અગત્યની બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વી.કે. પૉલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ પ્રેઝન્ટેશન કરશે. નોંધનીય છે કે બંને કોરોનાને લઈને બનેલી એક્સપર્ટ કમિટીના અગત્યના સભ્ય છે. માનવામાં આવી રહ્યું છે કે જુલાઈ 2021 સુધી 20-25 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પહેલા જ કહી ચૂક્યા છે કે માર્ચ 2021 સુધી વેક્સીન મળવાની આશા છે.
  Published by:Mrunal Bhojak
  First published: