Covid-19 in India: કેરળમાં કોરોના વાયરસના વધી રહેલા કેસથી ચિંતા વધી

Covid-19 in India: કેરળમાં કોરોના વાયરસના વધી રહેલા કેસથી ચિંતા વધી
ફાઇલ તસવીર

Coronavirus Cases in India: કેરળમાં કોરોના વાયરસના વધી રહેલા કેસથી ચિંતા વધી, અહીં દરરોજ સરેરાશ પાંચ હજાર કેસ નોંધાઈ રહ્યા છે.

  • Share this:
    Coronavirus Cases in India Latest News Updates: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1.05 કરોડ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 15,677 કેસ નોંધાયા છે. ગુરુવારે દેશમાં 15,848 લોકો સાજા થયા છે. આ દરમિયાન 189 લોકોએ જીવ ગુમાન્યો છે. કોરોના સંક્રમણથી દેશમાં અત્યારસુધી 1.01 કરોડ દર્દી સાજા થાય છે, જ્યારે 1.51 લાખ લોકોનાં મોત થયા છે. દેશમાં કેરળ (Kerala coronavirus cases)માં કોરોના વાયરસના નોંધાઈ રહેલા નવા કેસથી ચિંતા વધી છે. અહીં દરરોજ સરેરાશ પાંચ હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે કેરળમાં નવાં 6,004 કેસ નોંધાયા છે, જ્યારે 5,158 લોકો સાજા થયા છે. અહીં 24 કલાકમાં 26 મોત થયા છે. હાલ કેરળમાં 65,374 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે દેશમાં હાલ 2.10 લાખ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી એકલા કેરળમાં 31 ટકા લોકો છે.

    ભારતમાં 16મી તારીખથી રસીકરણની શરૂઆત



    વડાપ્રધાન મોદી શનિવારે સવારે 10 વાગ્યો વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી દેશમાં રસીકરણનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી ગુરુવારે આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ દરમિયાન તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 3,006 સેશન સાઇટ્સ કાર્યક્રમ સાથે જોડાશે. દરેક સેશનમાં 100 લોકોને રસી આપવામાં આવશે.

    કોરોના પ્રભાવિત મુખ્ય રાજ્યોની હાલત:

    દિલ્હી: ગુરુવારે નવા 340 કેસ નોંધાયા, 390 લોકો સાજા થયા. આ દરમિયાન ચાર લોકોનાં મોત થયા છે. અત્યારસુધી 6.31 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 6.17 લાખ લોકો સાજા થયા છે. 10,722 લોકોનાં મોત થયા છે, જ્યારે હાલ 2,937 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

    મહારાષ્ટ્ર: ગુરુવારે 3,579 લોકો સંક્રમિત થયા છે. આ દરમિયાન 3,309 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 70 લોકોનાં મોત થયા છે. અત્યારસુધી 19.81 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી 18.77 લાખ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 50,291 લોકોનાં મોત થયા છે.

    રાજસ્થાન: રાજસ્થાનમાં ગુરુવારે નવા 373 કેસ નોંધાયા છે. આ દરમિયાન 790 લોકો સાજા થયા છે અને ત્રણ લોકોનાં મોત થયા છે. અત્યારસુધી 3.14 લાખ લોકો સંક્રમિત થયા છે, જ્યારે 3.05 લાખ લોકો સાજા થયા છે. રાજ્યમાં કુલ 2,742 લોકોનાં મોત થયા છે.



    ગુજરાતમાં 24 કલાકમાં 570 નવા કેસ નોંધાયા

    રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 570 કેસ નોંધાયા છે. જેની સામે 737 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4357 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.51ટકા છે. આરોગ્ય વિભાગે ગુરુવારે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 112, સુરતમાં 98, વડોદરામાં 104, રાજકોટમાં 85, ભરુચમાં 18, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 14, જૂનાગઢમાં 13, દાહોદમાં 12, કચ્છમાં 11, આણંદમાં 10, ગીર સોમનાથમાં 9, મોરબીમાં 8, સાબરકાંઠામાં 7 સહિત કુલ 570 કેસ નોંધાયા છે.

    24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 184, સુરતમાં 140, વડોદરામાં 69, રાજકોટમાં 79, મહેસાણામાં 50, ગાંધીનગરમાં 34, મહીસાગરમાં 32, દાહોદમાં 30, જૂનાગઢમાં 23 સહિત 737 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:January 15, 2021, 11:04 am

    ટૉપ ન્યૂઝ