દેશમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોના કેસો, આ અઠવાડિયે નવા કેસ 16% અને મૃત્યુ 19% ઘટ્યા

News18 Gujarati
Updated: October 26, 2020, 7:07 PM IST
દેશમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોના કેસો, આ અઠવાડિયે નવા કેસ 16% અને મૃત્યુ 19% ઘટ્યા
પ્રતિકાત્મક તસવીર

7થી 13 સપ્ટેમ્બરના રોજ એક સપ્તાહમાં અત્યાર સુધીમાં 6 લાખ 45 હજાર 14 કેસો થયા બાદ આ સતત છઠ્ઠું અઠવાડિયું છે, જેમાં સતત નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

  • Share this:
આ અઠવાડિયે કોરોના વાયરસના (Covid 19 update, coronavirus) નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પાછલા દિવસોની કરતા 19 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરની વચ્ચે, નવા કેસમાં ગત સપ્તાહની તુલનામાં 16 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે કોવિડ -19 ને કારણે થતાં મૃત્યુમાં 19 ટકાનો ઘટાડો થયો છે. આ અઠવાડિયે ભારતમાં 3.6 લાખ નવા કેસ નોંધાયા છે. આ આંકડો છેલ્લા ત્રણ મહિનામાં સૌથી નીચો છે. અગાઉ 20-26 જુલાઇની વચ્ચે 3.2 લાખ કેસ નોંધાયા હતા. આ સંખ્યા પાછલા અઠવાડિયા કરતા 15.7 ટકા ઓછી છે, જે રોગચાળો શરૂ થયા પછીનો સૌથી ઝડપી ઘટાડો છે. ગયા અઠવાડિયે દેશમાં લગભગ 4.3 લાખ કેસ નોંધાયા હતા.

7થી 13 સપ્ટેમ્બરના રોજ એક સપ્તાહમાં અત્યાર સુધીમાં 6 લાખ 45 હજાર 14 કેસો થયા બાદ આ સતત છઠ્ઠું અઠવાડિયું છે, જેમાં સતત નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરમિયાન ભારતમાં રિકવરીનો દર પણ રવિવારે વધીને 90 ટકા થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા 79.1 લાખ કેસોમાંથી આશરે 71.3 લાખ લોકો આ ચેપમાંથી સાજા થયા છે. ગયા અઠવાડિયાની તુલનામાં, મૃત્યુની સંખ્યામાં પણ 19 ટકાનો ઘટાડો થયો છે. આ અઠવાડિયે ભારતમાં લગભગ 4,400 લોકોની મોત નોંધાઇ છે. ગયા અઠવાડિયે 5,455 લોકોનાં મોત થયાં. કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના આંકડામાં સતત પાંચમા અઠવાડિયામાં ઘટાડો જોવા મળ્યો છે. 14-20 સપ્ટેમ્બરની વચ્ચે, 8,175 લોકો મૃત્યુ પામ્યા હતા.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે 12-18 ઓક્ટોબરની વચ્ચે, નવા કેસોમાં 13.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે મૃત્યુમાં 14% નો ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો. કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે, 45,148 નવા કેસ નોંધાયા (સોમવારને છોડી દો તો, કારણ કે તે દિવસે ઘણા કારણોસર કેસ ઓછા હોય છે), જે છેલ્લા 95 દિવસમાં સૌથી નીચો હતો. આ અગાઉ 21 જુલાઈએ 38,444 કેસ નોંધાયા હતા. રવિવારે મોતનો આંકડો 480 હતો, જે છેલ્લા 108 દિવસમાં સૌથી ઓછો હતો.

વધુ વાંચો : મહિલાઓની છેડતી કરતા 'Serial Molestor'ને 200 સીસીટીવી તપાસી જ્યારે પકડ્યો તો તે નીકળ્યો પોલીસ ઇન્સ્પેક્ટર

રવિવારે લગભગ તમામ રાજ્યોમાં ઓછા કેસ નોંધાયા છે, જે સંયોગરૂપે દશેરા અને દુર્ગાપૂજા જેવા તહેવારોનો દિવસ હતો. દિલ્હી આમાં અપવાદ છે, જ્યાં 4,136 કેસ આવ્યા છે, જે છેલ્લા 38 દિવસમાં સૌથી વધુ છે. જો કે તમને જણઆવી દઇએ કે અહીં ટેસ્ટીંગ ઓછા નથી કરવામાં આવ્યા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ, એક દિવસમાં કોવિડ -19 ના 45,148 નવા કેસ નોંધાયા પછી દેશમાં સંક્રમણના કેસ વધીને 79,09,959 થઈ ગયા છે. તે જ સમયે, વધુ 480 લોકોના મોત થતા, મૃત્યુઆંકની સંખ્યા વધીને 1,19,014 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે કુલ 71,37,228 લોકો સંક્રમણ મુક્ત બન્યા પછી, દેશમાં દર્દીઓનો રિકવરી રેટ વધીને 90.23 ટકા થઈ ગયો છે. કોવિડ -19 માંથી મૃત્યુ દર 1.50 ટકા છે.

દેશમાં હાલ સાત લાખથી પણ ઓછા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આ માહિતી મુજબ દેશમાં હાલમાં 6,53,717 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જે કુલ કેસના 8.26 ટકા છે.
Published by: Chaitali Shukla
First published: October 26, 2020, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading