કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં ફક્ત ત્રણ રાજ્યમાં 1,000થી વધારે નવા કેસ નોંધાયા

કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં ફક્ત ત્રણ રાજ્યમાં 1,000થી વધારે નવા કેસ નોંધાયા
ફાઇલ તસવીર.

Corona India Updates: દેશમાં અત્યારસુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 99,06,387 છે. છેલ્લા 24 કલાકમાં 22,926 દર્દી સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 96.1 ટકા અને મોતનો દર 1.4 ટકા છે.

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19,079 કેસ (Coronavirus cases India) નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,03,05,788 થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 224 લોકોએ જીવ ગુમાવ્યો છે.

  આ સાથે કોરોનાથી અત્યારસુધી કુલ 1,49218 લોકોનાં મોત થયા છે. દેશમાં હાલ કોરોનાના 2,50,183 સક્રિય કેસ નોંધાયેલા છે. આ સાથે દેશમાં અત્યારસુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 99,06,387 છે. છેલ્લા 24 કલાકમાં 22,926 દર્દી સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 96.1 ટકા અને મોતનો દર 1.4 ટકા છે. કુલ કેસની દ્રષ્ટીએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.  હાઇલાઇટ્સ:

  ગઈકાલની સરખામણીમાં દેશમાં એક્ટિવ કેસમાં ચાર હજારનો ઘટાડો નોંધાયો છે. સક્રિય કેસની દ્રષ્ટિએ ભારત હાલ વિશ્વમાં 10મા નંબર પર છે. 24 કલાકમાં કેરળમાં 5 હજાર, મહારાષ્ટ્રમાં 3.5 હજાર અને પશ્ચિમ બંગાળમાં 1.2 હજાર નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં ફક્ત ત્રણ રાજ્યમાં એક હજારથી વધારે કેસ નોંધાયા છે. આ ત્રણેય રાજ્યમાં કુલ કેસના 50.67% નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 59, પશ્ચિમ બંગાળમાં 26 અને કેરળમાં 23 લોકોનાં મોત થયા છે.

  રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 734 કેસ નોંધાયા છે. જેની સામે 907 દર્દીઓ સાજા થયા છે. શુક્રવારે જાહેર થયેલા આકંડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે ત્રણ દર્દીનાં મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,309 થયો છે. શુક્રવારે રાજ્યમાં કુલ 53,520 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.32 ટકા છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીનાં મોત થયા છે. અમદાવાદમાં 2 જ્યારે રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે.  આ પણ વાંચોએક્સપ્રેસવે પર કારમાં આગ લાગતા પતિની નજર સામે નવપરિણીતા જીવતી સળગી ગઈ, પતિ સ્તબ્ધ

  આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 152, અમદાવાદ જિલ્લામાં 6, સુરતમાં 108, સુરત જિલ્લામાં 14, વડોદરા શહેરમાં 96, વડોદરા જિલ્લામાં 28, રાજકોટ શહેરમાં 60, રાજકોટ જિલ્લામાં 27, ગાંધીનગર શહેરમાં 9, ગાંધીનગર જિલ્લામાં 12, કચ્છ, જૂનાગઢમાં 22-22, ભરૂચમાં 20, મહેસાણામાં 16, ખેડા, પંચમહાલ, સાબરકાંઠામાં 15-15, જામનગરમાં 12, બનાસકાંઠામાં 9 સહિત 734 કેસ નોંધાયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:January 02, 2021, 10:42 am

  ટૉપ ન્યૂઝ