મોટા વેપારીના પુત્રએ તગડી રકમ ખર્ચીને થાઈલેન્ડથી બોલાવી કોલગર્લ, યુવતીનું બે દિવસમાં કોરોનાથી થયું મોત
મોટા વેપારીના પુત્રએ તગડી રકમ ખર્ચીને થાઈલેન્ડથી બોલાવી કોલગર્લ, યુવતીનું બે દિવસમાં કોરોનાથી થયું મોત
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock
એક મોટા વેપારીના પુત્રએ આ યુવતીને બોલાવી હતી. ગાઈડ સલમાન ખાન થકી મહિલા લખનૌ આવી હતી. પરંતુ આવ્યાના બે દિવસમાં બીમાર પડી ગઈ હતી. પોલીસે અહીં જ કર્યા અંતિમ સંસ્કાર.
લખનૌઃ ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌમાં (Lucknow) કોરોનાનો (coronavirus) કહેર ચાલું છે. આવી સ્થિતિ વચ્ચે કોરોનાના કારણે મોતનો એક એવો કિસ્સો સામે જેણે જાણીને તમે પણ ચોંકી જશો. લખનૌમાં થાઈલેન્ડથી (thailand) આવેલી એક મહિલાનું બે દિવસમાં જ કોરોનાથી મોત થયું હતું. પોલીસે મહિલાના અંતિમ સંસ્કાર કર્યા અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી. જાણવા મળ્યું કે મહિલા કોલગર્લ (call girl) હતી અને તેને એક વેપારીએ પૈસા ખર્ચીને બોલાવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 10 દિવસ પહેલા એક મોટા વેપારીના પુત્રએ આ મહિલાને બોલાવી હતી. ગાઈડ સલમાન ખાન થકી મહિલા લખનૌ આવી હતી. પરંતુ આવ્યાના બે દિવસમાં બીમાર પડી ગઈ હતી. તેને સારવાર માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ ત્રણ મેના દિવસે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
મહિલાના મોત બાદ લખનૌ પોલીસે દિલ્હીમાં થાઈલેન્ડ એમ્બેસીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એમ્બેસીનો એક પત્ર આવ્યો હતો. ચિઠ્ઠી થકી જાણવા મળ્યું હતું કે મહિલાના પરિવારને કોલ ગર્લના મોત અંગે જાણ કરવામાં આવી છે.
મહિલાના પરિવારે તેના અંતિમ સંસ્કાર ભારતમાં જ કરવાની વિનંતી કરી હતી. આ સાથે જ પીડિત પરિવારને તેની અસ્થીઓ મોકલવા માટે પણ આગ્રહ કર્યો હતો. એમ્બેસીએ પત્રમાં ગાઈડ સલમાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
થાઈલેન્ડ એમ્બેસીએ લખનૌ પ્રશાસન પાસેથી મહિલાના મૃત્યુ પ્રમાણપત્રની પણ માંગ કરી હતી. વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશન પ્રભારી ચંદ્ર શેખર સિંહએ આજતક ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે લખનૌ પોલીસે મહિલાના મોત બાદ મહિલાની લાશના આંતિમ સંસ્કાર કર્યા અને એમ્બેસીને જાણ પણ કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મહિલા કોર્લગર્લ હતી. આ બધા પાછળ એક ઇન્ટરનેશનલ સેક્સ રેકેટ હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટી કરી નથી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર