કોરોના વાયરસથી સંક્રમિત બોરિસ જૉનસનની તબિયત બગડી, ICUમાં દાખલ

News18 Gujarati
Updated: April 7, 2020, 3:31 PM IST
કોરોના વાયરસથી સંક્રમિત બોરિસ જૉનસનની તબિયત બગડી, ICUમાં દાખલ
યૂકેના મીડિયા રિપોર્ટ્સ મુજબ, બોરિસ જૉનસનને આઈસીયૂ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે.

કોરોનાઃ બ્રિટિશ PM ICUમાં દાખલ, PM મોદીએ કહ્યું, ‘બોરિસ જૉનસન અડગ રહેજો’

  • Share this:
નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન (Boris Johnson) કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણનો સામનો કરી રહ્યા છે. તેઓએ ગત સપ્તાહે જાતે તેની જાણકારી આપી હતી. યૂકેના મીડિયા રિપોર્ટ્સ મુજબ, બોરિસ જૉનસનને આઈસીયૂ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવાર રાત્રે તેમના માટે એક ટ્વિટ કર્યું. તેમાં તેઓએ લખ્યું કે, ‘અડગ રહેજો, વડાપ્રધાન બોરિસ જૉનસન. ટૂંક સમયમાં જ તમે હૉસ્પિટલથી બહાર આવશો તેવી આશા અને આપના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.’

આ પહેલા બ્રિટિશ સરકારે સોમવારે કહ્યું કે, વડાપ્રધાન બોરિસ જૉનસન કોવિડ-19 સાથે જોડાયેલા કેટલીક નિયમમિત તપાસ માટે રાત્રે હૉસ્પિટલમાં રહ્યા બાદ હવે ઠીક અનુભવી રહ્યા છે. બ્રિટિશ સરકારના મંત્રી રોબર્ટ જેનરિકે જણાવ્યું કે, જૉનસન કૉરોના વાયરસ વૈશ્વિક મહામારી વિરુદ્ધ બ્રિટિશ અભિયાનનું સુકાન સંભાળી રહ્યા છે અને ટૂંક સમયમાં તેઓ 10 ડાઉનિંગ સ્ટ્રીટ પરત આવશે.

સરકારે કહ્યું હતું, તેમને નિયમિત તપાસ માટે દાખલ કરાયા

કેબિનેટ મંત્રીએ સોમવારની સવારે બીબીસીને જણાવ્યું કે, તમને ઇમરજન્સીમાં દાખલ નથી કરવામાં આવ્યા. આ પહેલાથી જ નક્કી હતું જેથી તેમની કેટલાક નિયમિત તપાસ થઈ શકે. મને જણાવવામાં આવ્યું છે કે તેમની તબિયત સારી છે અને અમને આશા છે કે તેઓ ટૂંક સમયમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ પરત આવશે.
બોરિસ જૉનસનના સ્વાસ્થ્ય પર આ અપડેટ રવિવાર સાંજે તેમને નેશનલ હેલ્થ સર્વિસ (NHS)માં દાખલ થયા બાદ આવ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત હોવાની વિગતો આવ્યા બાદના 10 દિવસ બાદ પણ તેમનામાં સંક્રમણના લક્ષણો સતત જોવા મળી રહ્યા હતા તેથી કેટલીક તપાસ માટે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું કે 55 વર્ષીય જૉનસનમાં કોરોના વાયરસના સંક્રમણના લક્ષણ હજુ પણ જોવા મળી રહ્યા હતા.

આ પણ વાંચો, કોરોના વાયરસઃ લૉકડાઉન ખતમ થયા બાદ સરકારનો આ છે આગળનો પ્લાન

જૉનસનના પ્રવક્તાએ કહ્યું કે, તેમને ડૉક્ટરની સલાહ પર દાખલ કરવામાં આવ્યા હતા

જૉનસનને ડૉક્ટરની સલાહ પર તકેદારીના પગલા તરીકે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે, વડાપ્રધાનના ડૉક્ટરની સલાહ પર તેમને તપાસ માટે આજે રાત્રે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તકેદારીનું પગલું છે કારણકે વડાપ્રધાનમાં સંક્રમણની પુષ્ટિ થયાના 10 દિવસ બાદ પણ તેમનામાં લક્ષણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો, કોરોનાના સંક્રમણને રોકવામાં મલેરિયાની દવાઓ અસરકારક? દુનિયાભરમાં માંગ વધી 
First published: April 7, 2020, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading