Home /News /national-international /કેન્દ્ર સરકારની પેનલે કહ્યું, વેક્સિનેશન બાદ લોહી ગંઠાવાની આશંકા એકદમ ઓછી

કેન્દ્ર સરકારની પેનલે કહ્યું, વેક્સિનેશન બાદ લોહી ગંઠાવાની આશંકા એકદમ ઓછી

    નવી દિલ્લી: કોરોના વેક્સિનેશન (Covid Vaccination) બાદ ગંભીર સાઈડ ઈફેક્ટ્સ (Serious Side Effects)ની તપાસ કરી રહેલા એક્સપર્ટે ક્લોટિંગની આશંકાને એકદમ નહિવત જણાવવામાં આવે છે. ખરેખર કોરોના વેક્સિનેશનની સાઇડ ઈફેક્ટ્સની તપાસ કરી રહેલી AEFI પેનલ (એડવર્સ ઈવેંચ્સ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન) બનાવવામાં આવ્યું હતું. આ પેનલે 498 ગંભીર મામલે તપાસ કરી અને તેમાં જાણકારી મળી કે . માત્ર 28 રેયર લોહી ક્વોટિંગની સમસ્યાઓ જોવા મળી હતી. આ પેનલે સોમવારે સ્વાસ્થય મંત્રાલયએ જાણકારી આપી હતી.

    પેનલે કહ્યું કે કોવિશીલ્ડ (ઓક્સવર્ડ- એસ્ટ્રાજેનેકા વેક્સિન)માં પ્રતિ લાખે દસ લાખ મામલે 0.61 ટકા રેયર બ્લડ ક્લોટિંગના કેસ સામે આવ્યા હતા. પેનલે કહ્યું કે ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા વિકસિત કરવામાં આવેલી વેક્સિન કોવેક્સિનમાં રેર કેસમાં જ બ્લર્ડ ક્લોટિંગ જેવા કિસ્સાઓ સામે આવ્યા નથી.

    યુરોપિયન દવાઓની નિયમનકારી સંસ્થાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે તેને ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનિકા રસી અને દુર્લભ બ્લડ ક્લોટિંગ વચ્ચે એક કડી મળી છે. જો કે, સંસ્થા વતી એવું પણ કહેવામાં આવ્યું છે કે, રસીના ફાયદા એટલા છે કે, દુર્લભ લોહી ગંઠાઇ જવાના બનાવોને પણ અવગણી શકાય છે. યુરોપિયન યુનિયનની આ સંસ્થાએ રસી ઉપર કોઈપણ પ્રકારના પ્રતિબંધને નકારી કાઢ્યો હતો. પરંતુ આ હોવા છતાં, લોહીના ગંઠાવાની સાથે જોડાવાના સમાચારથી કરોડો લોકોએ ચિંતા પેદા કરી છે જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ પણ લીધો છે.

    મોડર્ના અને ફાઈઝરની રસીઓની તુલનામાં જાળવણીની સરળતાને કારણે એસ્ટ્રાઝેનેકાની રસી વિશ્વભરમાં પસંદ કરવામાં આવી હતી. જો કે, ફાયઝરના રસી દરના 95 ટકાથી વિપરીત, એસ્ટ્રાઝેનેકા રસીમાં માત્ર અસરકારક 79 ટકા છે. લોહી ગંઠાઈ જવાના સમાચાર પછી, ઘણા યુરોપિયન દેશોમાં આ રસીથી રસીકરણ બંધ થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. દક્ષિણ કોરિયા અને ફિલિપાઇન્સએ પણ એસ્ટ્રાજેનિકા રસીનું રસીકરણ બંધ કરી દીધું છે.

    સેલેબલ વેનસ સાઈનસ થ્રોબોસિસ (CVST) નામની આ રેર બ્લડ ક્વોટિંગને પહેલી વાર જર્મનીના મેડિકલ રેગ્યુલેટર Paul Ehrilich indtitute એ પકડ્યું હતું. માર્ચના મધ્યમાં ઈન્સ્ટીટ્યુટે જણાવ્યું કે આ બલ્ડ ક્વોટિંગના કિસ્સામાં વધુ પડતા યુવાઓ અને મધ્યમ ઉમરની મહિલાઓમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ જર્મીનીએ આ વેક્સિન 60 વર્ષથી મોટી ઉમરના લોકોમાં બંધ કરી દીધી હતી. જર્મનીના આ નિર્ણય બાદ કેનેડા. સ્પેન, ફ્રાન્સ અને ઈટલીએ પણ રસીકરણ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: COVID-19, Covishield

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन