દેશનો પહેલો કિસ્સો! મહિલાના જડબા સહિત અડધો ચહેરો કાઢીને ખતરનાક Black Fungusથી બચાવ્યો જીવ

દેશનો પહેલો કિસ્સો! મહિલાના જડબા સહિત અડધો ચહેરો કાઢીને ખતરનાક Black Fungusથી બચાવ્યો જીવ
પ્રતિકાત્મક તસવીર

જો તરત ઓપરેશન ન કરવામાં આવ્યું હોત તો સંક્રમણ મગજમાં જઈ શક્યું હોત અને તેમના જીવનું જોખમ વધી જાત. છ મહીના બાદ જો સંક્રમણ સંપૂર્ણ પણે ખતમ થઈ જાય તો મહિલાને સિલિકોનનો આર્ટિફિશિયલ ચહેરો, જડબું અને પથ્થરની આંખ લગાવી શકાય છે.

 • Share this:
  ઉપેન્દ્ર કુમાર દ્રિવેદી, વારાણસીઃ કોરોનાની બીજી લહેરે (corona second wave) નવી સમસ્યા બ્લેક ફંગસ (Black Fungus) એટલે કે મ્યુકોરમાઈસીસનો (Mucormyces) પ્રકોપ હવે વધતો જાય છે. વારાણસી (Varanasi) સહિત આખા પૂર્વાંચલ ઉપર જોવા મળી રહ્યો છે. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના (BHU) ઈએનટી વિભાગમાં (ENT) આ ઇન્ફેક્શનથી પીડિય 52 વર્ષીય મહિલાની સર્જરી (Women's surgery) કરી હતી. 6 કલાક સુધી ચાલેલી આ સર્જરીમાં મહિલાનો અડધો ચહેરો કાઢીને તેને બચાવી લીધી હતી. આ પહેલો કિસ્સો છે જ્યાં કોઈ દર્દીનો અડધો ચહેરો કાઢવો પડ્યો હોય.

  આ પહેલા બીએચયુને ત્રણ દર્દીઓને બ્લેક ફંગસની ફરિયાદ મળી હતી. પરંતુ તેમને માત્ર નાકના ઓપરેશન થકી બચાવવામાં આવ્યા હતા. આ પહેલો મામલો છે જ્યાં જડબા સહતિ અડધો ચહેરો કાઢીને મહિલાનો જીવ બચાવવામાં આવ્યો છે. હવે ચારે દર્દીઓ બીએચયુના આઈસીયુમાં એડમિટ છે અને તેમને એન્ટીફંગલ ડ્રગ્સ આપવામાં આવી રહ્યા છે. આ સફળ ઓપરેશન ઈએનટી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. સુશીલ કુમાર અગ્રવાલે પોતાની ટીમ ડોક્ટર શિલકી, ડોક્ટર રામરાજ, ડો. અક્ષત, ડો. અર્પિત સાથે કર્યું હતું.  મહિલાને હવે નળી લગાવવામાં આવી છે જેના થકી તેને દવા આપવામાં આવી રહી છે. અને શ્વાસ લેવા માટે ડોક્ટરોએ ગળામાં ટ્યૂબ નાંખવી પડી છે. માનવામાં આવી રહ્યું છે કે મહિલા કોવિડમાંથી રિકવર થઈને ઘરે આવી હતી. પરંતુ થોડા દિવસોમાં તેના ચહેરા ઉપર સોજાની ફરિયાદ હતી. ત્યારબાદ પરિવજનો બીએચયુમાં મહિલાને સારવાર માટે લઈ ગયા હતા.

  આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

  આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

  પીડિત મહિલાને ડાયાબિટીસ, થાઈરોઇડ, હાર્ટ સહિત બીજી અન્ય બીમારીઓ પણ હતી. ઓપરેશન દરમિયાન ડોક્ટરોએ પીપીઈ કિટમાં હતા. એસોસિએટ પ્રોફેસર ડોક્ટર સુશીલ કુમાર અગ્રવાલે જણાવ્યું કે આ પહેલીવાર કોઈ દર્દીનો અડધો ચહેરો કાઢવાની સર્જરી કરવી પડી હતી. તેમણે જણાવ્યું કે હવે તેમને બ્લેક ફંગસ સાથે જોડાયેલી 15થી 20 ફરિયાદ મળી છે.

  આ પણ વાંચોઃ-આણંદઃ રોયલ ફાર્મ હાઉસમાં DJ અને ડાન્સ સાથે જામેલી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 9 યુવક અને ચાર ડાન્સર યુવતીઓ ઝડપાઈ

  આ પણ વાંચોઃ-પંચમહાલઃ 'ઓ માડી.., ઓ મા..', યુવક અને પરિણીતાને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા, જુઓ નિર્દયતાનો video

  જેમાં ત્રણ લોકોનું પહેલા ઓપરેશ કરવામાં આવ્યું છે. ચોથા દર્દી તરીકે આ મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ડો. સુશીલ કુમાર અગ્રવાલે આશા વ્યક્ત કરી છે કે છ મહીના બાદ જો સંક્રમણ સંપૂર્ણ પણે ખતમ થઈ જાય તો મહિલાને સિલિકોનનો આર્ટિફિશિયલ ચહેરો, જડબું અને પથ્થરની આંખ લગાવી શકાય છે.  તેમણે વધુમાં જણાવ્યું કે જો તરત ઓપરેશન ન કરવામાં આવ્યું હોત તો સંક્રમણ મગજમાં જઈ શક્યું હોત અને તેમના જીવનું જોખમ વધી જાત. ડોક્ટર અગ્રવાલે જણાવ્યું કે બીજી લહેરમાં વાયરલ ખુબજ ઝડપથી પ્રતિરોધક ક્ષમતાને ઓછી કરી રહ્યો છે.
  Published by:ankit patel
  First published:May 13, 2021, 17:17 pm

  ટૉપ ન્યૂઝ