Video: BJP સાંસદની અજીબોગરીબ સલાહ: કાદવમાં સ્નાન અને શંખ વગાડવાથી coronaથી બચી શકાશે

કાદવમાં ન્હાંતા સાંસદનો વીડિયો

બીજી તરફ ભાભીજી પાપડ ખાવાની સલાહ આપનાર અર્જુન મેઘાવલ ખુદ કોવિડ-19થી સંક્રમિત થઈ ગયા છે.

  • Share this:
    ટોંકઃ કોરોના વાયરસની (CoronaVirus) મહામારી કોવિડ-19 (Covid-19)ની વેક્સીન અંગે દેશ દુનિયામાં તમામ રિસર્ચ થઈ રહ્યાં છે. આ વચ્ચે રાજસ્થાનના (Rajasthan) બીજેપી સાંસદ અને તેનાએ પોતાના દાવાઓ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને બીજેપી (BJP) સાંસદ અર્જુન મેઘવાલ દ્વારા ભાભીજી પાપડ (bhabhiji papad) ખાવાની સલાહ પછી વધુ એક બીજેપી સાંસદે (MP) કોરોનાથી બચવા માટે અલગ જ સલાહ આપી છે. સાંસદની સલાહ છે કે કાદવમાં ન્હાવા અને શંખ વગાડવાથી કોરોનાથી બચી શકાય છે. સાંસદની આ સલાહે ચર્ચાનું જોર પકડ્યું છે.

    રાજસ્થાનના ટોકના ભાજપના સાંસદ સુખબીર સિંહ જૌનપુરિયાનો એક અજીબોગરીબ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાદવમાં ન્હાંતા અને શંખ વગાડતા જોવા મળે છે. તેઓ એ પણ જણાવી રહ્યા છે કે કોરોના જે દિવસે શરુ થયો છે. એ દિવસે મેં કહ્યું હતું કે પોતાની ઈમ્યૂનનિટી વધારો. જે દવાઓ ખાવાથી નથી વધતી.

    તમારે પ્રાકૃતિક રીતે ઈમ્યૂનિટી મળશે. તમે તડકામાં જાઓ. વરસાદમાં જાઓ. માટીમાં બેશો. આ સાથે ખેતરમાં કામ કરો. ચપ્પલ વગર ફરો અને શંખ વગાડો. આ વસ્તુઓની ઈમ્યૂનિટી વધશે.

    આ પણ વાંચોઃ-યુવકનું જોરદાર ઈનોવેશન! માત્ર રૂ.3500માં બનાવી AC વાળી PPE કિટ, 5-6 કલાક રહેશે ઠંડક

    આ પણ વાંચોઃ-મામલતદારના ઘરે ACBનો દરોડો, લાંચના એટલા રૂપિયા મળ્યા કે થઈ ગયો ઢગલો

    આ પણ વાંચોઃ-અજબ પ્રેમની ગજબ કહાની! શરીર ઉપર આગ લગાડી ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જુઓ દિલધડક તસવીરો

    કહ્યું દવા ખાવાની જરૂર નથી
    સાંસદ સુખબીર સિંહ જૌનપુરિયાએ કહ્યું કે દવા ખાવાની બિલકુલ જરૂર નથી. જૌનપુરિયા ખુદ કાદવનમાં સ્નાન અને શંખ વગાડીને પોતાની ઈમ્યુનિટી વધારનો દાવો કર્યો છે.



    જૌનપુરિયાએ ઈમ્યુનિટી વધારવા માટે ગુડહલના પત્તા અને એલોવિરા ખાવાની સલાહ આપી છે. બીજી તરફ ભાભીજી પાપડ ખાવાની સલાહ આપનાર અર્જુન મેઘાવલ ખુદ કોવિડ-19થી સંક્રમિત થઈ ગયા છે.
    Published by:ankit patel
    First published: