Home /News /national-international /coronavirus: કેન્દ્રનો મોટો નિર્ણય, 31 માર્ચ સુધી બંધ રહેશે દેશની આ બધી સેવાઓ

coronavirus: કેન્દ્રનો મોટો નિર્ણય, 31 માર્ચ સુધી બંધ રહેશે દેશની આ બધી સેવાઓ

ફાઈલ તસવીર

કોરોના વાયરસના ચાર નવા કેસ ઓડિશા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અને કેરળમાં નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધી 114 કેસોની પુષ્ટી કરવામાં આવી છે. જેમાં 13 સાજા થઈ ગયા છે અને બેના મોત નીપજ્યા છે.

    નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ (CoronaVirus)ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health)એ મંગળવારે પ્રેસકોન્ફરન્સ કરી હતી. જેમાં મંત્રાલયે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં અંગે જાણકારી આપી હતી. આ સાથે દેશવાસીઓને આનાથી બચવા માટે સચેત રહેવાની પણ અપીલ કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મંત્રીસમૂહની બેઠક બાદ સરકારે સામાજિક રીતે દૂરી બનાવી રાખવાના ઉપાય 31 માર્ચ સુધી લાગુ કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

    સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, 31 માર્ચ સુધી સ્વિમિંગ પૂલ, મોલ, સ્કૂલોને બંધ કરવા, કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે. સાર્વજનિક પરિવહનનો ઓછો ઉપયોગ, લોકો વચ્ચે એક મિટરની દૂરી બનાવી રાખવા જેવા ઉપાયો ઉપર ધ્યાન આપવું જોઈએ. મંત્રાલયે વિદ્યાર્થીઓને ઘરે રહેવાની સલાહ આપી છે. આ સાથે ઓનલાઈન શિક્ષાને પ્રોસ્તાહન આપવા અંગે પણ ભાર મૂક્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે, સામાજિક દૂરીના સીમાને વધારવા માટે સાર્વજનિક પરિવહન અંતર્ગત બસો, ટ્રેન અને વિમાનોની બિનજરૂરી યાત્રા કરવાનું ટાળવું જોઈએ.

    અત્યાર સુધી ભારતમાં 114 કેસ સરકાર નોંધાયા છે. કોરોના વાયરસના ચાર નવા કેસ ઓડિશા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અને કેરળમાં નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધી 114 કેસોની પુષ્ટી કરવામાં આવી છે. જેમાં 13 સાજા થઈ ગયા છે અને બેના મોત નીપજ્યા છે.

    આ દેશો ઉપર લાગ્યો પ્રતિબંધ
    સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, ઈરાનથી 53 લોકોના ચોથી બેચને સોમવારે ભારત લાવવામાં આવ્યા છે. આ દરેકને જેસલમેરની આર્મી ફેસિલિટીમાં ક્વારંટાઈન કરવામાં આવ્યા છે. જે લોકોને આજે પરત લાવવામાં આવ્યા છે. તેમાં કોઈને પણ કોરોના વાયરસના પ્રારંભિક લક્ષણ નથી દેખાતા. જોકે તેમને નક્કી કરેલા પ્રોટોકોલ અંતર્ગત રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, યુરોપીય સંઘ, તુર્કી અને યુનાઈટેડ કિંગડમના યાત્રીઓને 18 માર્ચ 2020થી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. આ અંગે ફરીથી સમીક્ષા કરવામાં આવશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Coronavirus

    विज्ञापन
    विज्ञापन