Home /News /national-international /

Covid Vaccination: કોરોના સામે Covaxin 81% કારગર, જાણો તે Covishieldથી કેવી રીતે સારી

Covid Vaccination: કોરોના સામે Covaxin 81% કારગર, જાણો તે Covishieldથી કેવી રીતે સારી

સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડની તુલનામાં ભારત બાયોટેકની કોવેક્સીન કેવી રીતે વધુ અસરકારક છે?

સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડની તુલનામાં ભારત બાયોટેકની કોવેક્સીન કેવી રીતે વધુ અસરકારક છે?

  Covid Vaccination Drive in India: ભારતમાં કોરોના સામે લડવા માટે વેક્સીનેશનનું બીજું ચરણ ચાલી રહ્યું છે. આ દરમિયાન ભારત બાયોટેક (Bharat Biotech)એ બુધવાર સાંજે કોવેક્સીન (Covaxin)ના ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ્સના વચગાળાના પરિણામ જાહેર કર્યા. તેમાં આ વેક્સીનને 81 ટકા અસરદાર ગણવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ પહેલી માર્ચે આ જ કોવેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો.

  નોંધનીય છે કે, કોવિશીલ્ડ (Covishield)ને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બ્રિટિશ દવા કંપની એસ્ટ્રાજેનેકાની સાથે મળી તૈયાર કરી છે. ભારતમાં પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તેની પાર્ટનર છે. ભારતમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીન કોવિશીલ્ડના નામથી બજારમાં મૂકવામાં આવી છે. બીજી તરફ કોવેક્સિનને હૈદરાબાદની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ની સાથે મળીને ડેવલપ કરી છે.

  કોવેક્સિનના ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ્સના પરિણામો શું કહે છે?

  કોવેક્સિનના ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ્સના વચગાળાના પરિણામ આવી ગયા છે. તેમાં 25,800 Volunteers સામેલ થયા હતા. તે દેશમાં Volunteersના હિસાબથી અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાયલ હોવાનું કહેવાય છે.

  આ પણ વાંચો, COVID-19 Vaccination 2.0: કોવેક્સિન અને કોવિશીલ્ડે જણાવી વેક્સિનેશનની સાઈડ ઈફેક્ટ્સ અને કોણ રસી નહીં લઈ શકે

  પરિણામોમાં સામે આવ્યું કે, ફેઝ-3માં સામેલ 43 Volunteers કોરોનાથી સંક્રમિત થયા. તેમાંથી 36 પ્લેસિબો ગ્રુપના હતા, જ્યારે 7 વેક્સીન ગ્રુપના હતા. આ આધાર પર વેક્સીનની એફિકેસી કે ઇફેક્ટિવનેસ 80.6 ટકા સામે આવી. બીજી તરફ 4500 Volunteers એવા હતા જેઓ પહેલાથી કોઈ ને કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેમની ઉપર પણ કોવેક્સિનનો સારી ઇમ્યૂન રિસ્પોન્સ જોવા મળ્યો છે. નોંધનીય છે કે કોવેક્સિનના ટ્રાયલ્સમાં 2433 Volunteersની ઉંમર 60 વર્ષ કે તેનાથી વધુ હતી.

  કોવિશિલ્ડની તુલનામાં કોવેક્સીન કેવી રીતે વધુ અસરકારક?

  >> વેક્સીનેશનના હાલના નેટવર્ક 2થી 8 ડિગ્રી તાપમાન સુધી વેક્સીન સ્ટોર કરી શકે છે, જે હિસાબથી કોવેક્સિનને સ્ટોર કરવી ખૂબ સરળ છે.
  >> કોવિશિલ્ડની તુલનામાં આ વેક્સીન ઓપન વોયલ પોલિસીની સાથે મળે છે. મતલબ વેક્સીન શીશીને ખોલ્યા બાદ તેના 25થી 30 દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. તેનાથી વેક્સીનનો બગાડ 10-30 ટકા ઓછો થાય છે. કોવિશિલ્ડ વેક્સીનમાં આ સુવિધા નથી. શીશીને ખોલવાના ચાર કલાકની અંદર તેનો ઉપયોગ કરવો જરૂરી છે.
  >> આ ઉપરાંત કોવેક્સિનને સમગ્ર વાયરસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વાયરસમાં નાના-મોટા ફેરફાર આવે છે તો પણ કોવેક્સિનની અસર ઓછી નહીં થાય. બીજી તરફ અનેક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિશિલ્ડ દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેન પર અસરકારક સાબિત નથી થઈ.

  આ પણ વાંચો, મહારાષ્ટ્રઃ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધાના થોડીવારમાં જ વ્યક્તિનું મોત, ડૉક્ટરો શોધી રહ્યા છે કારણ

  નોંધનીય છે કે, દેશમાં કોવેક્સીનના ઉપયોગને લઈ વિપક્ષ તરફથી ઘણા સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઈ હતી જેમાં લાભાર્થીઓને કોવેક્સીન અને કોવિશીલ્ડની રસી આપવામાં આવી રહી છે.

  આ પહેલા જાન્યુઆરીમાં કોવાક્સિનના સમીક્ષા અહેવાલમાં પણ ખુલાસો થયો હતો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સીન રસી પણ બ્રિટનમાં મળી આવેલા કોરોના વાયરસના નવા સ્વરૂપ સામે રક્ષણ આપવામાં અસરકારક છે. આ રસી બાયોઆરએક્સિવ્સ દ્વારા પૂર્વ-પ્રકાશન સમીક્ષા અહેવાલમાં નોંધવામાં આવી હતી. તે ન્યૂયોર્કમાં બિન નફાકારક સંશોધન અને શૈક્ષણિક સંસ્થા કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરી દ્વારા સંચાલિત છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Bharat Biotech, Corona vaccine, COVAXIN, Covid vaccine, COVID-19, Covishield, Serum institute of india

  આગામી સમાચાર