Home /News /national-international /

કોરોના સંક્રમણથી સાજી થયેલી મહિલાના સમગ્ર શરીરમાં પરુ એકત્ર થયું, ભારતમાં આવ્યો પહેલો કેસ

કોરોના સંક્રમણથી સાજી થયેલી મહિલાના સમગ્ર શરીરમાં પરુ એકત્ર થયું, ભારતમાં આવ્યો પહેલો કેસ

ગુજરાતની વાત કરીએ તો શુક્રવારે, કોરોના વાયરસના (Coronavirus)નવા 266 કેસ નોંધાયા છે. જેની સામે 277 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4404 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.72 ટકા છે. રાજયમાં આજે 1235 વ્યક્તિઓને કોરોનાની રસી (corona vaccination) આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8,09,893 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

મહિલાનો MRI રિપોર્ટ જોઈને ડૉક્ટરો હેરાન રહી ગયા, ત્રણ ઓપરેશન કરીને અડધો લીટર પરુ બહાર કાઢ્યું

    મુંબઈઃ કોરોના (Corona)ના નવા કેસ સામે આવવાની સાથોસાથ આ બીમારીથી સાજા થયેલા દર્દીઓમાં જોવા મળતી તકલીફોએ ડૉક્ટરોને નવી મુશ્કેલીમાં મૂકી દીધા છે. મૂળે, ઓરંગાબાદ (Aurangabad)માં એક મહિલાની કમરમાં દુખાવાની ફરિયાદ હતી. કમરની સારવાર કરાવવા પહોંચેલી મહિલાની તપાસમાં જાણવા મળ્યું કે તેના સમગ્ર શરીરમાં પરુ ભરાઈ ગયું છે. ડૉક્ટરોને તપાસમાં મહિલામાં કોરોનાની એન્ટિબોડી (Antibody) મળી હતી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ તે કોરોનાથી સાજા થયા બાદના નવા લક્ષણ છે. મહિલાની અત્યાર સુધીમાં ત્રણ વાર સર્જરી કરવામાં આવી ચૂકી છે અને તે હવે તે બિલકુલ સ્વસ્થ છે. નોંધનીય છે કે દુનિયામાં અત્યાર સુધીમાં આ પ્રકારના માત્ર સાત કેસ સામે આવ્યા છે, જેમાં ભારતમાં આવી પહેલી ઘટના છે.

    ઓરંગાબાદના બજાજ નગરમાં રહેતી નેહા (નામ બદલ્યું છે)ની કમરમાં દુખાવો રહેતો હતો. કમરના દુખાવાની સારવાર માટે નેહા 28 નવેમ્બરે હેડગેવાર હૉસ્પિટલમાં બતાવવા આવી. કમરના દુખાવની સાથે જ તેના પગમાં સોજા પણ હતા. સામાન્ય રીતે કમરનો દુખાવો ફ્રેક્ચર, ટ્યૂમર કે ઇન્ફેક્શનના કારણે થતો હોય છે. જોકે તેમાંથી કોઈ પણ બીમારી તેને નહોતી. ડૉક્ટરોની તપાસ બાદ નેહાનું MRI કરવામાં આવ્યું.

    આ પણ વાંચો, સીરમ ઇન્સ્ટિટ્યૂટે દેશમાં વિકસિત કરી ન્યૂમોનિયાની પહેલી વેક્સીન, આવતા સપ્તાહથી હશે બજારમાં

    MRIનો રિપોર્ટ જોઈ ડૉક્ટરો હેરાન રહી ગયા. નેહાના શરીરમાં ગરદનથી લઈને કરોડરજ્જુ સુધી, બંને હાથ, ત્યાં સુધી કે પેટમાં પણ પરુ જમા થઈ ગયું હતું. ત્યારબાદ ડૉક્ટરોએ તાત્કાલિક નેહાને હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી. ડૉક્ટરોની ટીમે નેહાની ત્રણ વાર સર્જરી કરી અને તેના શરીરમાંથી લગભગ અડધો લીટર પરુ બહાર કાઢ્યું. 21 ડિસેમ્બરે નેહાને ડિસ્ચાર્જ કરવામાં આવી.

    આ પણ વાંચો, હવે એન્ટાર્કટિકામાં પણ પહોંચી ગયો કોરોના વાયરસ, 36 લોકો થયા સંક્રમિત

    જર્મનીમાં આ પ્રકારના 6 કેસ સામે આવ્યા

    ડૉક્ટરોએ જણાવ્યું કે, નેહાનો એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ તેના શરીરમાં એન્ટિબોડી છે. તેનો અર્થ તેને કોરોના થઈ ચૂક્યો હતો. તેનાથી તેની બીમારી સામે લડવાની તાકાત ખતમ થઈ ગઈ અને તેને આટલી મુશ્કેલી સહન કરવી પડી. ડૉ. હદિભાતે જણાવ્યું કે દુનિયાભરમાં આ પ્રકારના કેસ પર સ્ટડી કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેમને જર્નલ ઓફ ન્યૂરોલોજીના સપ્ટેમ્બરના અંકમાં કોરોના બાદના અસામાન્ય લક્ષણ વિષય પર જાણકારી મળી. તેનાથી જાણવા મળ્યું કે અત્યાર સુધી જર્મનીમાં આ પ્રકારના 6 કેસ સામે આવી ચૂક્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Aurangabad, Corona cases, Coronavirus, COVID-19, Maharashtra

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन