Home /News /national-international /Corona Cases India: ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, એક દિવસમાં આવ્યા 500થી વધારે કેસ

Corona Cases India: ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, એક દિવસમાં આવ્યા 500થી વધારે કેસ

corona virus case

ભારતે શનિવારે કોરોનાના 524 નવા કેસ નોંધ્યા છે, જે ગત વર્ષે 18 નવેમ્બર બાદ એક દિવસમાં સૌથી વધારે કેસ છે. છેલ્લા સાત દિવસમાં 2671 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા સાત દિવસમાં કુલ 1802થી લગભગ 50 ટકા વધારે છે

નવી દિલ્હી: કોવિડ-19 સંક્રમણ ફરીથી પગ પેસારો કરી રહ્યું છે. 114 દિવસમાં પહેલી વાર દેશમાં એક જ દિવસમાં 11 માર્ચે કોરોનાના તાજેતરના 500 કેસને પાર આંકડો પહોંચ્યો છે. નવાઈની વાત એ છે કે, આ સંખ્યા છેલ્લા 11 દિવસમાં સાત દિવસના સરેરાશથી ડબલ થઈ ગયા છે. જો કે, કોરોનાના કુલ દર્દીની સંખ્યા હજૂ પણ અપેક્ષાકૃત ઓછા છે અને આ વાયરસથી થનારા મોતમાં કોઈ વધારો થયો નથી. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કારણે ફક્ત 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: Oscars 2023: ઑસ્કરમાં ભારતે રચ્યો ઈતિહાસ, RRRના નાટૂ નાટૂ સોંગને મળ્યો એવોર્ડ

ભારતે શનિવારે કોરોનાના 524 નવા કેસ નોંધ્યા છે, જે ગત વર્ષે 18 નવેમ્બર બાદ એક દિવસમાં સૌથી વધારે કેસ છે. છેલ્લા સાત દિવસમાં 2671 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા સાત દિવસમાં કુલ 1802થી લગભગ 50 ટકા વધારે છે. દેશમાં છેલ્લા ચાર અઠવાડીયાથી કોવિડના કેસો સતત વધી રહ્યા છે. જે ગત વર્ષે જૂન-જૂલાઈમાં મહામારીના પાછલા ઉછાળા બાદથી સંક્રમણમાં સૌથી લાંબા સમય સુધી થનારો સતત વધારો છે.

દક્ષિણના રાજ્યોએ ચિંતા વધારી


ટીઓઆઈમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર અને દક્ષિણી રાજ્યોમાં કોરોનાના તાજેતરના કેસો વધવાનું ચાલુ છે. શનિવારે સમાપ્ત થયેલા અઠવાડીયાના સાત દિવસોમાં ત્રણ રાજ્યો કર્ણાટક (584), કેરલ (520) અને મહારાષ્ટ્ર (512)માં કોરોનાના 500થી વધારે નવા કેસ નોંધાયા છે. આ ગાળા દરમિયાન કમ સે કમ 100 નવા કેસો નોંધાયેલ છે. આ ઉપરાંત સૌથી વધારે કેસોવાળા રાજ્યમાં ગુજરાતનું નામ પણ સામેલ છે. અહીં કોરોનાના દર્દીમાં ચાર ગણો વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં કોરોના દર્દીની સંખ્યા 190 સુધી પહોંચી ગઈ છે. જ્યારે આ સંખ્યા છેલ્લા સાત દિવસમાં ફક્ત 48 હતી.


આંકડા અનુસાર, સંક્રમણના કુલ કેસની સંખ્યા 4.46 કરોડ (4,46,90,492) થઈ ગઈ છે. કોવિડ 19થી સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર 98.80 ટકા નોંધાયો છે. આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા 4,41,56,093 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુદર 1.19 ટકા નોંધાયો છે.
First published:

Tags: Ccoronavirus, Covid 19 cases

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો