Coronavirus: ઈટલીથી આવેલા 15 પ્રવાસી કોરોનાથી પીડિત, AIIMSએ કરી પુષ્ટિ

News18 Gujarati
Updated: March 4, 2020, 11:03 AM IST
Coronavirus: ઈટલીથી આવેલા 15 પ્રવાસી કોરોનાથી પીડિત, AIIMSએ કરી પુષ્ટિ
હૈદરાબાદ સ્થિત ગાંધી હૉસ્પિટલમાં કોરોનાવાયરસના પીડિતો માટે બનાવવામાં આવેલા આઇસોલેશન વાર્ડની બહાર ઉપસ્થિત ડૉક્ટરો. (ફાઇલ તસવીર)

કોરોનાનો હાહાકાર : ઈટલીથી ભારત ફરવા આવેલા 21માંથી 15 પ્રવાસીઓ કોરોનાવાયરસથી ગ્રસ્ત

  • Share this:
નવી દિલ્હી : ઈટલી (Italy)થી ભારત ફરવા આવેલા 15 પ્રવાસીઓ કોરોનાવાયરસ (Coronavirus)થી પીડિત હોવાનું બહાર આવ્યું છે. મૂળે ઈટલીમાં કોરોનાવાયરસના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. એવામાં મંગળવાર બપોરે રાજધાની દિલ્હી (Delhi) પહોંચેલા 21 પ્રવાસીઓને અલગ સ્થળે રાખવામાં આવ્યા હતા.

અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થા (AIIMS)માં તમામ પ્રવાસીઓના સેમ્પલ તપાસાયા, તો 21માંથી 15 પ્રવાસી કોરોનાવાયરસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું. અહેવાલ છે કે આ તમામ 15 દર્દીઓને હરિયાણા (Haryana)ના છાવલા સ્થિત ITBP કેમ્પમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો, અમેરિકામાં કોરોનાવાયરસનો કહેર, વૉશિંગટનમાં 6 લોકોનાં મોતથી ફફડાટ 

બીજી તરફ, નોઇડામાં કોરોનાવાયરસના સંદિગ્ધ ત્રણ બાળકો સહિત જે 6 લોકોનાં નમૂના લેવામાં આવ્યા હતા તેમની તપાસ નેગેટિવ આવી છે. જોકે, હજુ તમામ 6 લોકોને 14 દિવસ માટે પોતપોતાના ઘરમાં અલગ રાખવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે જો તેમનામાં કોવિડ-19 (COVID-19)ના લક્ષણ જોવા મળે છે તો તેમના નમૂનાઓની ફરી તપાસ કરવામાં આવશે.

આ પહેલા દેશમાં કોવિડ-19ના સંક્રમણના 6 મામલાની પુષ્ટિ થઈ હતી. એવામાં ભારતમાં કોરોનાવાયરસના પીડિતોની સંખ્યા હવે 21 સુધી પહોંચી ગઈ છે. જોકે તેમાંથી ત્રણ દર્દી કેરળના હતા, જેની સારવાર ચાલી રહી છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ 6 સંદિગ્ધ કેસ સામે આવ્યા બાદ મુંબઈ અને પુણેમાં ખળભળાટ મચી ગયો છે. આ 6 સંદિગ્ધ દર્દીઓને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો, હવે મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના 6 સંદિગ્ધ કેસ, દર્દીઓને મોનિટરિંગ માટે અલગ રખાયા
First published: March 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading