કોરોનાવાયરસ : ચીનમાં ફસાયેલા 324 ભારતીયોને લઈ ભારત પહોંચ્યું એર ઈન્ડિયાનું પ્લેન

News18 Gujarati
Updated: February 1, 2020, 8:48 AM IST
કોરોનાવાયરસ : ચીનમાં ફસાયેલા 324 ભારતીયોને લઈ ભારત પહોંચ્યું એર ઈન્ડિયાનું પ્લેન
પ્લેનમાં સવાર સ્ટુડન્ટ્સને તમામ પ્રકારની મેડિકલ સુવિધા આપવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી

પ્લેનમાં સવાર સ્ટુડન્ટ્સને તમામ પ્રકારની મેડિકલ સુવિધા આપવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી

  • Share this:
નવી દિલ્હી : ચીન (China)માં કોરોનાવાયરલ (Coronavirus)ના ખતરાને જોતાં વુહાનમાં ફસાયેલા ભારતીયો (Indian)ને લઈને એર ઈન્ડિયા (Air India)નું ડબલ ડેકર જમ્બો પ્લેન ભારત પહોંચી ચૂક્યું છે. 423 મુસાફરોની ક્ષમતાવાળું આ પ્લેન સવારે 7:30 વાગ્યે ભારત પહોંચ્યું. આ પ્લેનમાં 324 ભારતીય સ્ટુડન્ટ્સ સવાર હતા. સ્ટુડન્ટ્સની સાથે પ્લેનમાં દિલ્હીના રામ મનોહર લોહિયા હૉસ્પિટલના 5 ડૉકટરોની ટીમ પણ ઉપસ્થિત હતી.

પ્લેનમાં સવાર સ્ટુડન્ટ્સને તમામ પ્રકારની મેડિકલ સુવિધા આપવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. ડૉક્ટરોની સાથે જ પેરા મેડિકલ સ્ટાફ પણ પ્લેનમાં સવાર હતો જે જરૂર પડતાં દવાઓ અને માસ્ક સ્ટુડન્ટ્સને આપી શકે. આ ઉપરાંત અન્જિનિયર્સ અને સુરક્ષા અધિકારીઓ એક ટીમ પણ આ ફ્લાઇટમાં સવાર હતી. મળતી માહિતી મુજબ ચીનના હુબેઈમાં જ્યાં કોરોનાવાયરસને પ્રકોપ સૌથી વધુ છે ત્યાં 700 ભારતીય રહે છે. તેમાંથી સૌથી વધુ મેડિકલ સ્ટુડન્ટ્સ અને રિસર્ચ સ્કૉલર સામેલ છે.નોંધનીય છે કે, ભારતીય સેનાએ ચીનના હુબેઈ પ્રાંતથી પરત ફરેલા ભારતીય સ્ટુડન્ટ્સને રાખવા માટે દિલ્હીની પાસે માનેસરમાં એક અલગ કેન્દ્ર બનાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય સેનાએ આ કેન્દ્ર માનેસરની પાસે બનાવ્યું છે જ્યાં સ્ટુડન્ટ્સને બે સપ્તાહ સુધી ચિકિત્સકો અને સહાયક કર્મીઓની ટીમ દ્વારા કોઈ સંક્રમણને લઈ નજર રાખવામાં આવશે.


આ પણ વાંચો, ફરૂખાબાદ : 23 બાળકોને બંધક બનાવનારા બદમાશની પત્નીને ભીડે ઈંટ-પથ્થરો ફટકારી મારી નાખી
First published: February 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading