Covid-19 Latest Updates, 03 October 2021: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની (Corona Third Wave) ચિંતા વચ્ચે આંશિક રાહતના સમાચાર મળી રહ્યા છે. 199 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા (Covid Active Cases) સૌથી ઓછી નોંધાઈ છે. આ ઉપરાંત સતત ત્રીજા દિવસે મૃત્યુઆંક 300થી નીચે રહ્યો છે. નોંધનીય છે કે, આજે સતત નવમો દિવસ છે જ્યારે ભારતમાં સંક્રમણના કેસ (Corona Cases in India) 30 હજારથી ઓછા નોંધાયા છે. ગુજરાતની વાત કરીએ તો (Gujarat Covid-19 Updates) છેલ્લા 24 કલાકમાં 27 લોકો સંક્રમિત થયા છે.
દેશમાં 199 દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ
કેન્દ્રીય આરોગ્ય વિભાગે રવિવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,842 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 244 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,38,13,903 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 90,51,75,348 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 73,76,846 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.
મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 30 લાખ 94 હજાર 529 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 25,930 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,70,557 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,48,817 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 2 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 57,32,60,724 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 12,65,734 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Gujarat Coronavirus updates) નવા 27 કેસ નોંધાયા છે. જેની સામે 17 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં રસીના કુલ 6,13,81,512 ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં 2 ઓક્ટોબર 2021ની સાંજે રાજ્યના 29 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 27 કેસ ફક્ત 4 જિલ્લા અને 4 મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરમાં 10, સુરત શહેરમાં 8, વલસાડમાં 3, વડોદરા શહેરમાં 2, ભાવનગરમાં 1, ગાંધીનગર શહેરમાં 1, જામનગરમાં 1, સુરત જિલ્લામાં 1 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં 2 ઑક્ટોબરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 171 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 167 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15, 726 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,64, 596 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 38401 લોકોનું રસીકરણ થયું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર