સાવધાનઃ ધરતી પર બીજા ગ્રહથી લાવેલા સેમ્પલથી વધુ શકે છે વાયરસનો ખતરો!

વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહથી લાવવામાં આવેલા નમૂનાઓને લઈને ચેતવણી આપી છે

વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહથી લાવવામાં આવેલા નમૂનાઓને લઈને ચેતવણી આપી છે

 • Share this:
  નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ (Coronavirus)એ હવે વૈજ્ઞાનિકોને અનેક શોધ પર વિચાર કરવા મજબૂર કરી દીધા છે. એવામાં બીજા ગ્રહો (Planet) પર જીવનની તલાશ કરી રહેલા વૈજ્ઞાનિકો પણ હવે શોધથી પહેલા તમામ પ્રકારની તપાસમાં લાગી ગયા છે. અમેરિકન સ્પેસ એજન્સી NASAના વૈજ્ઞાનિકોએ તો ચેતવી આપી દીધી છે કે બીજા ગ્રહોથી લાવવામાં આવેલા માટીના નમૂના પૃત્વી પર કોઈ નવા વાયરસનો ખતરો વધારી શકે છે. વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહથી લાવવામાં આવેલા નમૂનાઓને લઈને પણ ચેતવણી આપી છે.

  સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર સ્કૉટ હબાર્ડે કહ્યું કે જે રીતે દુનિયા હાલમાં અદૃશ્ય મહામારી સામે લડી રહી છે તે આગળ પણ આ પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાઈ શકે છે. તેઓએ ચેતવણી આપતાં કહ્યું કે મંગળ ગ્રહથી લાવવામાં આવેલા માટીના નમૂના પૃથ્વી પર કોઈ નવા ખતરનાક વાયરસને આમંત્રણ આપી શકે છે. તેઓએ કહ્યું કે એવામાં મંગળ ગ્રહથી પરત ફરતી વખતે પ્લાનેટરી પ્રોટેક્શનને ધ્યાનમાં રાખવું જરૂરી છે.

  આ પણ વાંચો, શિશુને કોરોના સંક્રમણથી બચાવીને રાખે છે માતાનું દૂધઃ રિસર્ચમાં દાવો

  સ્કૉટ હબાર્ડે જણાવ્યું કે મંગળ ગ્રહ પણ ખડકો જે લાખો વર્ષ જૂની છે તેમાં મારી જાણકારી મુજબ હજુ સક્રિય જીવન સૂત્ર હશે જે પૃથ્વી પર આવ્યા બાદ ઝડપથી વાયરસના રૂપમાં ફેલાઈ શકે છે. તેઓએ કહ્યું કે આ સેમ્પલને પણ પૃથ્વી પર આવ્યા બાદ ક્વૉરન્ટીન કરવાની જરૂર છે. આ સેમ્પલ પર ત્યાં સુધી કામ ન કરવું જોઈએ ત્યાં સુધી કે તે સ્પષ્ટ ન થઈ જાય કે તેમાં ઇબોલા વાયરસ જેવો કોઈ ખતરો નથી.

  Astronautsને પણ ક્વૉરન્ટીનમાં રાખવા જરૂરી

  તેઓએ કહ્યું કે, બીજા ગ્રહોથી પરત ફરતી વખતે Astronautsને પણ ક્વૉરન્ટીનમાં રાખવાની જરૂર છે, જેમ કે ચંદ્ર પર મોકલવામાં આવેલા પહેલા અપોલો મિશન બાદ કરવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું કે મિશન પર ગયેલા રોકેટ્સ અને તમામ ઉપકરણોને કેમિકલ ક્લીનિંગ પ્રોસેસમાં રાખવા જોઈએ. ઉલ્લેખનીય છે કે NASA વર્ષ 2024 સુધી ચંદ્ર અને 2030 સુધી મંગળ પર મિશનની તૈયારી કરી રહ્યું છે.  આ પણ વાંચો, લૉકડાઉન લંબાયું તો સમગ્ર જિલ્લામાં કામકાજ પર નહીં લાગે પ્રતિબંધ! સરકારનો આ છે પ્લાન
  Published by:Mrunal Bhojak
  First published: