Coronavirus: 24 કલાકમાં 7,419 દર્દી સાજા થયા, દેશમાં રિકવરી રેટ વધીને 51.8 ટકા થયો

News18 Gujarati
Updated: June 15, 2020, 8:03 PM IST
Coronavirus: 24 કલાકમાં 7,419 દર્દી સાજા થયા, દેશમાં રિકવરી રેટ વધીને 51.8 ટકા થયો
WHOના ચીફ ટેડરૉસ એડહૉમએ કહ્યું કે 50 દિવસ પછી ચીનમાં ફરી એક વાર સ્થિતિ ખરાબ નજર આવી રહી છે. તેમણે કહ્યું કે બેજિંગમાં મળેલું ક્લસ્ટર ખતરનાક સાબિત થઇ શકે છે. જેને સમય રહેતા નિયંત્રણમાં લેવું પડશે. WHO એ માન્યું કે ચીનને તેની સામે આવતા કેસને સારી રીતે સંભાળ્યું છે. પણ આ કેસમાં વધુ સતર્કતા રાખવી જરૂરી છે. WHOના ઇમરજન્સી ચીફ ડૉક્ટર માઇકલ રેયાનને કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર હેલ્થ એજન્સી પણ બેજિંગમાં સંક્રમણ ફેલાવા મામલે સતત ચીન સાથે સંપર્ક બનાવેલ છે. જો ચીનને કોઇ પણ પ્રકારની મદદ પડશે તો WHOની ટીમ પણ ત્યાં મોકલવામાં આવશે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 લાખ 32 હજાર 424 થઈ ગઈ છે. 24 કલાકમાં કોરોનાના 11502 નવા દર્દી મળ્યા છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના (Coronavirus) કેસ સતત વધી રહ્યા છે તેની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના (Covid-19) 7,419 દર્દી સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધી ભારતમાં 1,69,797 દર્દી સાજા થયા છે. કોવિડ-19 રિકવરી રેટ વધીને 51.08 ટકા થયો છે. જેમાથી આ વાત સામે આવી છે કે દેશમાં લગભગ અડધાથી વધુ સંક્રમિત લોકો સાજા થઈ રહ્યા છે.

ભારત સરકાર તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં સરકારી લેબની સંખ્યા વધીને 653 થઈ ગઈ છે, જ્યારે નાની લેબની સંખ્યા પણ 248 થઈ ગઈ છે. એટલે કે દેશમાં હવે કુલ 901 પ્રયોગશાળાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - કાલુપુર રેલવે સ્ટેશન પર સુવિધામાં વધારો, થર્મલ કેમેરા અને ટચ ફ્રી લગેજ સેનિટાઈઝિંગ મશીન મુકાયું

દેશમાં એક દિવસમાં આવ્યા 11 હજારથી વધુ કેસ

જણાવી દઈએ કે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 લાખ 32 હજાર 424 થઈ ગઈ છે. 24 કલાકમાં કોરોનાના 11502 નવા દર્દી મળ્યા છે અને 325 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તાજી જાણકારી મુજબ, દેશમાં હજુ કોરોનાના 1 લાખ 53 હજાર 106 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 9 હજાર 520 લોકોના મોત થયા છે.

ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસ સંક્રમણના 11,000થી વધુ કેસ સામે આવ્યા છે, અને સોમવારે સંક્રમણના કેસ વધીને 3,32,424 થઈ ગયા છે. સંક્રમણથી વધુ 325 લોકોના મોતની સાથે મૃત્યુ થનારની સંખ્યાનો આંકડો 9,520 પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે.દેશમાં 1 લાખ 53 હજારથી વધુ એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે અધ્યયન કરેલા આંકડા મુજબ દેશમાં હજુ પણ 1,53,106 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે 1,69,797 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે અને એક દર્દી વિદેશ જતો રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે આ હિસાબથી 51.07 ટકા દર્દી સાજા થઈ ગયા છે.

મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 11,502 નવા કેસ સામે આવવાથી કુલ કેસ વધીને 3,32,424 થયા છે. સંક્રમણથી મૃત્યુ પામનાર 325 લોકોમાંથી મહારાષ્ટ્રના 120 લોકો, દિલ્હીના 56, ગુજરાતના 29 અને તમિલનાડુના 38 લોકો સામેલ છે.
First published: June 15, 2020, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading