Covid 19 : PM કેર ફંડથી 2000 કરોડના ખર્ચે બનશે 50 હજાર વેન્ટિલેટર

News18 Gujarati
Updated: June 23, 2020, 1:56 PM IST
Covid 19 : PM કેર ફંડથી 2000 કરોડના ખર્ચે બનશે 50 હજાર વેન્ટિલેટર
પ્રતિકાત્મક તસવીર

પીએમ કેર ફંડના પૈસા ક્યાં ખર્ચ થયા તે અંગે આ રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે.

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus)ની વિરુદ્ધ ભારતની લડાઇ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ કેર ફંડ (PM Cares Fund)ને લઇને ઊભા થયેલા સવાલો વચ્ચે સીડીડીઇટી (CDDET)ની એક રિપોર્ટમાં મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. ધ સેન્ટર ફોર ડિસીઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસીની રિપોર્ટમાં આ અંગે જાણકારી મળી છે. પીએમ કેર ફંડના પૈસા ક્યાં ક્યાં ખર્ચ થયા અને તેમનાથી દેશમાં કોરોનાની લડાઇ માટે કેવા સાધનો લગાવવામાં આવ્યા તે અંગે આ રિપોર્ટમાં જાણકારી આપી છે. રિપોર્ટ મુજબ પીએમ કેર ફંડથી દેશમાં અત્યાર સુધી 50 હજાર વેન્ટિલેટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી 2,923 વેન્ટિલેટર્સ હજી સુધી બની ચૂક્યા છે.

રિપોર્ટ મુજબ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારી હોસ્પિટલમાં મેડ ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર આ વેન્ટિલેટર્સ માટે પીએમ કેર ફંડથી 2000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સાથે જ પ્રવાસી મજૂરોના કલ્યાણથી જોડાયેલા પ્રોડક્ટ્સ માટે પણ 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

કુલ 50 હજાર વેન્ટિલેટર્સમાંથી 30 હજાર વેન્ટિલેટર્સ ભારત ઇલેક્ટ્રોનિક્સે બનાવ્યા છે. બાકીના 20 હજાર વેન્ટિલેટર્સ ત્રણ કંપનીઓએ મળીને બનાવ્યા છે. જેમાં અગ્વા હેલ્થકેરના 10 હજાર વેન્ટિલેટર્સ, એમટિજેડના 5650 વેન્ટિલેટર્સ અને એમટિજેડ હાઇ ફંડના 4 હજાર વેન્ટિલેટર્સ અને અલાયડ મેડિકલના 350 વેન્ટિલેટર્સનું નિર્માણ કર્યું છે.

વધુ વાંચો : Galwan Valley : ચીન સાથેની મેરેથોન બેઠક પછી સેનાનું પહેલું નિવેદન આવ્યું સામે

અત્યાર સુધી 1340 વેન્ટિલેટર્સ રાજ્ય અને કેન્દ્રીય પ્રદેશોમાં મોકલવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં 275-275 વેન્ટિલેટર્સ મળ્યા છે. ગુજરાતને પણ 175 વેન્ટિલેટર્સ મોકલવામાં આવ્યા છે. જ્યારે બિહાર 100, કર્ણાટક 90, રાજસ્થાન 75 વેન્ટિલેટર્સની સપ્લાય કરવામાં આવી છે. જૂનના અંત સુધીમાં તમામ રાજ્યોમાં 14000 અતિરિક્ત વેન્ટિલેટર્સની સપ્લાય કરવાનો લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યો છે.
First published: June 23, 2020, 1:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading